કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાત

બિપરજોય: દ્વારકાના દરિયાએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ; જાણો શું છે નવા અપડેટ

Text To Speech

કચ્છ-ભૂજ: બિપરજોય ત્રાટકે તે પહેલા જ દ્વારકાના દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોના રોડ-રસ્તાઓ સૂનસામ થઈ ગયા છે. ગામોના ગામોમાં લોકડાઉન લાગી ગયું છે. શેરીઓ અને રોડ-રસ્તા પર ચકલુંએ ફરતું જોવા મળી રહ્યું નથી. અત્યાર સુધીના તમામ વિસ્તારમાં એક લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડી દેવામાં આવ્યા છે.

અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ને લઈને થોડી-થોડી વારે નવા અપડેટ સામે આવતા રહે છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 180 કિલોમીટર દૂર ઘૂમરોળે ચડ્યું છે. જ્યારે દ્વારકાથી 210 કિલોમીટર, નલીયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે.

વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. જોકે, પવનની ગતિમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ‘બિપરજોય’ વાવાઝોડું આજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. વાવાઝોડું રાત્રે 9 થી 10 કલાકની આસપાસ ટકરાશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો- બનાસકાંઠા : શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, વાવાઝોડાને પગલે શાળાઓ બે દિવસ બંધ

બિપરજોય ત્રાટકશે તે વખતે પવનની ગતિ પણ 115-125 kmph રહેવાની સંભાવના છે. આ પહેલા 125થી લઈને 135 કિમીની ઝડપ સાથે ગુજરાતના દરિયાકાંઠાને ટકરાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, હવે બિપરજોયની ઝડપમાં ઘટાડો થયો છે.

આજે બપોર બાદ નવલખી અને કંડલામાં 2થી 3 માળ સુધીનાં મોજાં ઊછળશે. હાલથી જ દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. હાલ સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયો ગાંડોતૂર બન્યો છે. તેમજ 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. જેથી રોડ-રસ્તા પર સૂમસામ ભાસી રહ્યાં છે.

દ્વારકા અને કચ્છ તેમજ જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.દ્વારકાના ઓખા જેટી પર દરિયાના પાણી ફરી વળ્યા છે. તેમજ ડાલડા બંદરમાં પણ દરિયાઈ પાણી ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો- Cyclone Biporjoyના કારણે ટ્રેન થઈ છે કેન્સલ ? જાણો કેવી રીતે મેળશે રિફંડ

Back to top button