સતત દિશા બદલી રહ્યું છે બિપોરજોય, મચાવશે તબાહી?
HD ન્યુઝ ડેસ્કઃ બિપોરજોય વાવાઝોડુ સતત પોતાની દિશા બદલી રહ્યું છે. હાલ તે દ્વારકા થી 290 કિમી દુર છે. આ વાવાઝોડુ જખૌ પાસેથી પસાર થવાનું છે. અહીં ચિંતાની વાત એ છે કે આ વાવાઝોડાએ પોતાનુ અતી ભયાનક રુપ ધારણ કર્યું છે. આ વાવાઝોડુ ગુજરાતને ટકરાવાની પુરેપુરી સંભાવના છે.
વાવાઝોડાને કારણે 3 લોકોના મોતઃ હજુ તો આ વાવાઝોડુ લગભગ 290 કિમી દુર છે છતા તેેને અત્યાર થી જ પોતાનુ રોદ્ર સ્વરુપ બતાવાનુ શરુ કરી નાખ્યું છે. પોરબંદર, સોમનાથ, દિવ, દ્વારકા, ઉપલેટા, ગોંડલ, અમરેલી તથા આસપાસના વિસ્તારોમાં કાલ થી જ ભારે પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે. કાલ થી આજ સુધીમાં વાવાઝોડાને કારણે 3 લોકોના મોત પણ થઈ ચુક્યાં છે. જો આ વાવાઝોડુ ગુજરાતને ટકરાઈ તો ખુૂબ ભારે પ્રમાણમાં નુકશાનીની ભીતી છે. જો કે પ્રશાશન ‘નો કેઝુયુઆલીટી ફોર્મુલા’ સાથે તૈયારી કરી રહ્યું છે
30 હજારથી વધુ લોકનુ સ્થાળાંતરઃ રાજ્ય સરકાર પણ આ પરિસ્થીને લઈને એક્શન મોડમાં છે. રાજ્ય સરકારે NDRF, SDRF, કોસ્ટ ગાર્ડ તથા આર્મી ને હાઈ લેવલ મોડ રાખી છે. કચ્છના દરિયા કાંઠે હાલ 10 નબંરનુ ભયસુચક સિગ્નલ લગાડાયુ છે. રાજ્ય સરકારે લગભગ 30 હજારથી વધુ લોકનુ સ્થાળાંતર કરી નાખ્યુ છે. કાલે મુખ્યમંત્રી એ ગુજરાતના લોકોને અપીલસ કરી છે આ સ્થિતીને પહોચી વળવા રાજ્ય સરકાર પગલા લઈ રહી છે તેમજ તૈયારીઓ પુર્ણ કરી નાખવામાં આવી છે. તથા લોકોને ઘરની અંદર રહેવા કાચા મકાન તેમજ વૃક્ષનો સહારો ન લેવા તેમજ સાવચેત રહેવા જણાવ્યું છે.
ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પગલે સૌ નાગરિકોને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરી સાવચેતીના તમામ પગલા લેવાની ખાસ અપીલ કરું છું. આપણે સૌ જરૂરી સાવધાની રાખીને જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો પ્રયાસ કરીએ. pic.twitter.com/0QVrvjOAGS
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 13, 2023
આ પણ વાંચોઃ વાવાઝોડુ વિફર્યું, હવે આખા ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ