ગુજરાતટ્રેન્ડિંગ

બિપરજોય : થોડા કલાકોમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે, જાણો વાવાઝોડાને લગતા આજના 10 મોટા સમાચાર

ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. તેની દિશા બદલાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ગુજરાત માટે ખતરો વધી ગયો છે. અગાઉ બિપરજોય પાકિસ્તાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ હવે પૂર્વ તરફ થોડું વળતાં ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા તરફ જઈ રહ્યું છે. દિશા બદલવાની સાથે એ પણ ફેરફાર છે કે વાવાઝોડાની ઝડપ પણ વધી છે. ચક્રવાત આજે સાંજે જખૌ નજીકના દરિયાકાંઠે ટકરાશે. તે સમયે દરિયાઈ પવનની ઝડપ 125 થી 135 કિમી થી 150 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.

1. કચ્છને સૌથી વધુ  થશે અસર

ગુજરાતમાં વાવાઝોડાથી કચ્છને સૌથી વધુ અસર થવાની સંભાવના છે. કચ્છમાં દરિયા કિનારે ભારે પવન ફૂકાઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે લોકો વહેલામાં વહેલી તકે દરિયાથી દૂર જઈ રહ્યા છે. આ વિસ્તારમાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ પડી રહ્યો છે. ‘બિપરજોય’ વાવાઝોડું કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ જખૌ બંદરથી માત્ર 180 કિલોમીટર દૂર છે.

2.74 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

ગુજરાતના કચ્છમાંથી અત્યાર સુધીમાં લગભગ 74 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. 9 નગરો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે, હજારો લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે.

 આ  પણ વાંચો : બિપરજોય ચક્રવાત LIVE અપડેટ: ‘બિપરજોય’ વાવાઝોડું જખૌ બંદરથી માત્ર 180 કિલોમીટર દૂર

3.NDRFની 19 ટીમો તૈનાત

NDRFની 19 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRF અને SDRFની કુલ મળીને 30 ટીમો તૈનાત કરવામાં આવી છે. BSF આવનારા સમયના પડકારો માટે પણ તૈયાર છે. આ વાવાઝોડું ગુજરાત થઈને રાજસ્થાન તરફ આગળ વધશે.

4. પશ્ચિમ રેલવેએ લગભગ 95 ટ્રેનો રદ કરી

પશ્ચિમ રેલવેએ લગભગ 95 ટ્રેનો રદ કરી છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તેલની શોધખોળના તમામ કુવાઓ અને બંદરો બંધ કરી દેવામાં આવ્યા છે. ઓલ ઈન્ડિયા રેડિયોએ તેનો ટાવર હટાવી લીધો છે.

5.આજે સાંજે જખૌ બંદર નજીક ત્રાટકશે વાવવાઝોડુ

હવામાન વિભાગના ડીજી એમ મહાપાત્રાએ કહ્યું છે કે 15 જૂનની સાંજે  (સાંજે 4 થી 8 વાગ્યાની વચ્ચે) જખૌ બંદર નજીકના દરિયાકાંઠે આ વાવાઝોડું અથડાશે. તે સમયે દરિયાઈ પવનની ઝડપ 125 થી 135 કિમી થી 150 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.

6. અમિત શાહે તેલંગાણાની મુલાકાત રદ કરી

ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે તેમની તેલંગાણાની મુલાકાત રદ કરી છે. મોદી સરકારના 9 વર્ષ પૂરા થવાના અવસરે તેલંગાણામાં તેમનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો હતો. અમિત શાહની ત્રણ બેઠકો યોજાવાની હતી. ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ ગૃહ મંત્રાલયમાં હાજર રહીને તોફાનની સ્થિતિ પર નજર રાખશે.

7.રાજનાથ સિંહે ત્રણેય સેના પ્રમુખો સાથે વાત કરી

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે ત્રણેય સેના પ્રમુખો સાથે વાત કરી અને ચક્રવાત ‘બિપરજોય’ની અસરનો સામનો કરવા માટે સશસ્ત્ર દળોની તૈયારીઓની સમીક્ષા કરી. તૈયારીઓની સમીક્ષા કર્યા પછી, સિંહે કહ્યું કે સશસ્ત્ર દળો ચક્રવાતને કારણે ઉભી થનારી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ સંભવિત સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.

8.ચક્રવાત ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી પસાર થવાની સંભાવના

ચક્રવાત ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી પસાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાની સાથે સરહદ સુરક્ષા દળ દ્વારા બચાવ કામગીરી માટે જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. નાગરિક સત્તાવાળાઓ સાથે સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે અને નાગરિક વહીવટ અને સ્થાનિક લોકોને તમામ જરૂરી સહાયતા માટે એક કાર્ય યોજના સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

રાજસ્થાન સરકાર ચક્રવાતી તોફાનનો સામનો કરવા તૈયાર

રાજસ્થાનના મુખ્ય સચિવ ઉષા શર્માએ કહ્યું છે કે રાજસ્થાન સરકાર ચક્રવાતી તોફાન બિપરજોયનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.તેમણે કહ્યું કે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ની 17 ટીમો નિયુક્ત કરવામાં આવી છે અને 30 ટીમો તૈયાર કરવામાં આવી છે. તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે, જ્યાં જરૂર હશે, ત્યાં મોકલવામાં આવશે.

મનસુખ માંડવિયાએ કચ્છમાં આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે ‘બિપરજોય’ ચક્રવાતને પહોંચી વળવા કચ્છમાં કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કચ્છ જિલ્લાની સરકારી હોસ્પિટલો, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો અને પ્રદેશની અન્ય હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટિલેટર વગેરેની ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરી હતી.

Back to top button