બિપરજોય: રાજ્ય સરકારે એક સ્ટેપ આગળની જાહેરાત કરતા જણાવ્યું- શું કરવું ને શું ન કરવું?
બિપરજોય વાવાઝોડાને લઈને એક નવા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર અનુસાર બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને રાત્રે 10 વાગ્યા પછી અથડાશે. આ વાવાઝોડામાં જાન-માલનું ઓછું નુકશાન થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દીધી છે. જોકે, તે છતાં પણ રાજ્ય સરકારે એક પોસ્ટરમાં રાજ્યના નાગરિકો માટે ગાઈડલાઈન જાહેર કરીને કેટલાક સૂચનો આપ્યા છે.
- બિપરજોય સામે સાવચેતી એ જ સલામતી સૂત્ર આપીને લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. આ ગાઈડલાઈનમાં સરકારે વાવાઝોડા પછી શું કરવું અને શું ના કરવું તે અંગે રાજ્યના નાગરિકોને સલાહ આપી છે.
વાવાઝોડા જેવી કુદરતી આપદાના સમયે તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરીને જાનમાલની સલામતી સુનિશ્ચિત કરીએ.#CycloneBiparjoy pic.twitter.com/PYF4yKMssi
— CMO Gujarat (@CMOGuj) June 15, 2023
વાવાઝોડા પછી શું કરવું? શું ન કરવું?
- કાટમાળમાંથી પસાર થતી વખતે તૂટેલા કાચના ટૂકડાઓ કે પતરા જેવી ધારદાર વસ્તુઓ તેમજ સાપ જેવા ઝેરી જીવજંતુઓથી સાવધાન રહો.
- સ્થાનિક અધિકારીઓની સૂચનાનું ચૂસ્તપણે પાલન કરો.
- બહાર નિકળતા પહેલા વાવાઝોડું પસાર થઈ ચૂક્યું છે તેની ખાતરી કરીને પછી જ બહાર નિકળવું.
- રેડિયો કે ટી.વી પર સલામતીનો સ્પષ્ટ સંદેશ આવે ત્યાં સુધી રાહ જુઓ.
- મુશ્કેલીના સમયમાં રાહત અને બચાવ ટૂકડી પહોંચવાની રાહ જુઓ.
- પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો.
- માછીમારોને દરિયામાં જતાં પહેલા વાવાઝોડાના પસાર થયાના અન્ય 24 કલાક રાહ જોવી વધારે હિતાવહ રહેશે.
- ભયજનક કે અતિ નુકશાન પામેલા મકાનોથી દૂર રહેવું.
- ક્લોરીનયુક્ત પાણીના પીવાનો ઉપયોગ કરવો.
- ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છટકાવ કરવો.
- અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં.
- ખુલ્લા-છૂટા પડેલા વાયરોને અડકવું નહીં અને તેનાથી પણ દૂરી બનાવી રાખવી.
તે ઉપરાંત સરકારે પૂરગ્રસ્ત લોકોની મદદ કરવા માટે પણ સૂચનો આપ્યા છે.
ઘર છોડીને ગયેલા લોકોને પાછા લાવવામાં મદદ કરો અને તેમના જાનમાલના નુકશાનની માહિતી એકત્રિત કરો.
કાટમાળના નિકાલની વ્યવસ્થા કરો અને તેમાં ફસાયેલા લોકોને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને બહાર નિકાળો. જેથી સ્થિતિને ઝડપી સામાન્ય બનાવી શકાવામાં મદદ મળી શકે, ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર પૂરી પાડો, રક્તદાન કરવા તૈયાર રહો.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ