કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

બિપરજોય વાવાઝોડા વચ્ચે જીવદયા પ્રેમી શ્વાનોને લઈને મૂકાયા ચિંતામાં; સરકારને કરી ખાસ અપીલ

Text To Speech

ભૂજ: વિનાશક વાવાઝોડુ બિપરજોય કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી માત્ર 180 કિલોમીટર દૂર રહી ગયું છે. તેવામાં સરકાર તરફથી 80 હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. હવામાન ખાતાનું માનવું છે કે આ વાવાઝોડુ કચ્છમાં જખૌ અને પાકિસ્તાનના કરાંચી બંદરની વચ્ચે ત્રાટકી શકે છે. જોકે, આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, લોકોના સ્થળાતર પછી જે-તે વિસ્તારમાં રહેલા પાળતું શ્વાનો રહી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જખૌમાં 20000 જેટલા માનવીઓનું સ્થળાંતર થયું પરંતુ જખૌમાં 150થી વધુ સ્ટ્રીટ ડોગ રહી ગયા છે. માનવીઓને યાદ કરવામાં આવ્યા પરંતુ અબોલા પશુઓને કોણ યાદ કરશે તેવો પ્રશ્ન પણ ઉભો થયો છે. આ અંગે જીવદયા પ્રેમીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે અને સરકારી તંત્રને વિનંતી કરી રહ્યાં છે કે તેમનું પણ ધ્યાન રાખવામાં આવે. જે-તે વિસ્તારમાં છૂટી ગયેલા શ્વાનોને ભોજન પૂરૂ પાડવાની અપીલ કરવામાં આવી રહી છે. ભોજન આપીને એક સુરક્ષિત જગ્યા પર તેમને પૂરવાની પણ જીવદયા પ્રેમીઓ તરફથી માગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- બિપરજોય : થોડા કલાકોમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે, જાણો વાવાઝોડાને લગતા આજના 10 મોટા સમાચાર

જીવદયા પ્રેમી વોટસએપ ગ્રુપમાં ભુખ્યા અને તરસ્યા સ્ટ્રીટ ડોગને બચાવવા જરુરી છે એવો મેસેજ ફરતા જીવના જોખમે કેટલાક જીવદયા પ્રેમીઓએ પોલીસની મદદથી જીવના જોખમે જખૌ જઇને કુતરાઓને ભોજન પુરુ પાડયું હતું. ઘણા દિવસો પછી ભોજન મળતા કેટલાક સ્ટ્રીટ ડોગ ખોરાક પર તૂટી પડયા હતા.

હજુ પણ ઘણા ડોગ ભૂખ્યા છે, તેવામાં વાહનચાલક પસાર થાય ત્યારે ભોજનની આશાએ વાહનને આસપાસ ઘેરી વળે છે. જખૌમાં જ રહી ગયેલા ભૂખ્યા તરસ્યા ડોગનું વાવાઝોડું આવશે ત્યારે શું થશે તે જીવદયા પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો- બિપરજોય વાવાઝોડાની જિલ્લામાં અસરની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્ર જોગ સંદેશ

Back to top button