અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

Biparjoy: બનાસકાંઠા સહિત વાવાઝોડાને પગલે ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Text To Speech

ગુજરાત પર આફત બનીને આવેલુ બિપરજોય વાવાઝોડું આજે આખરે આગાહી મુજબ ગુજરાતમાં ત્રાટક્યુ છે. બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક ટકરાઈ ગયું છે, પરંતુ એની વધુ અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના તળાવ ગામમાં સાંબેલાધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. ઘરોમાં પાણી ઘૂસતાં લોકો પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આખા ગામમાં માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે, તેથી રસ્તાઓ પર પસાર થતા લોકોને હાલાકી પડી રહી છે.

ભાભરમાં ધોધમાર વરસાદ 

ભાભરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે. લોકો ચિંતામાં મુકાયા છે. ભુજમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા સૂનકાર છવાઇ ગયો છે. મહત્વનું છે કે ગુજરાત માટે આજનો અને કાલનો દિવસ વાવાઝોડાને લઈને મહત્વનો ગણાય છે. કારણ કે હવામાન વિભાગે તારીખ 15 અને 16 જૂન બિપોરજોય વાવાજોડાની આગાહી કરી હતી. ડીસામાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે.

ગુજરાતભરમાં વરસાદી માહોલ

આજે આ વાવાઝોડાની અસર ગુજરાતભરના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. આજે બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, અમરેલી, ભાવનગર, પાટણ, રાજકોટ સહિતના લગભગ તમામા જિલ્લાઓમાં વાવાઝોડાની અસરને લઈને વરસાદ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ વરસાદને લઈને શહેરમા રહેતા વાહનચલકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ જગતના તાત એવો ખેડૂતોમાં આનંદો ભયો છે.

NDRF અને SDRFની ટીમો દરિયા કિનારાના વિસ્તારોમાં ખડેપગે

દ્વારકામાં લોકોને ફંગોળી નાંખે તેવો ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. ક્યાંક વૃક્ષો ધરાશાઈ થયા છે. તો ક્યાંક લોકોનો સામાન પલળી જવાના સમાચાર મળી રહ્યા છે. NDRF અને SDRFની ટીમો દરિયા કિનારાના વિસ્તારોમાં ખડેપગે જોવા મળી રહી છે. આ સાથે પત્રકાર મિત્રો, પોલીસ જવાનો, ગુજરાત સરકાર આ વાવાઝોડારુપી આફત સામે કામગીરી કરી રહ્યા છે.

અમદાવાદમાં સાંજના સમયે ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરના એસજી હાઇવે પર ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતાં રસ્તાઓ પર પાણી ભરાયાં છે. ગુજરાત હાઇકોર્ટ પાસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: Biporjoyને લઈને ગુજરાતની આ જિલ્લાઓની શાળાઓમાં જાહેર કરાઈ રજા

 

Back to top button