બિપરજોયની અસર : ભારે પવનને કારણે ધાબા પરથી ટાંકી ઉડીને યુવકના માથા પર પડી, પછી શું થયું જૂઓ
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છમાં ત્રાટકેલા વાવાઝોડાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે આ વાવાઝોડાને લગતો એક ચોંકાવનારો વિડિયો સુરત જિલ્લામાથી સામે આવ્યો છે. જેમા વાવાઝોડાને કારણે હવામાં ઉડતી પાણીની ટાંકી સીધી જ રસ્તે જતા યુવક પર આવીને પડે છે. હાલ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ભારે પવનને કારણે પાણીની ટાંકી યુવક પર પડી
બિપરજોય વાવઝોડાએ આખા ગુજરાતને ધમરોળ્યું છે. ત્યારે સુરત જીલ્લો પણ તેમાંથી બાકાત રહ્યો નથી. વાવાઝોડાનેવ પગલે સમગ્ર શહેરમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે જેના કારણે વૃક્ષો ધરાશાયી થવાની દીવાલ પડવાની જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ વચ્ચે સુરતના ભેસ્તાન વિસ્તારમાં ભારે પવનને કારણે ધાબા પરથી પાણીની ટાંકી યુવકના માથા પર પડવાનો બનાવ સામે આવ્યો છે. ભારે પવ ફૂકાતા રસ્તા પરથી પસાર થતા યુવકના માથે પાણીની ટાંકી પડતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે.
પાણીની ટાંકી યુવર પર પડવાની ઘટના CCTV માં થઈ કેદ
ભારે પવનને કારણે યુવક પર ટાંકી પડવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં તેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે રોડ પરથી યુવક પસાર થાય છે તે સમયે એક નાની બાળકી પણ ત્યાંથી જઈ રહી છે આ દરમિયાન પનવ ફૂકાવવાને કારણે ધાબા પર રાખેલી પ્લાસ્ટિકની એક ટાંકી હવામાં ઉડીને રોડ પર જતા યુવક પર પડે છે. આ જોઈને આસપાસના લોકો આ યુવકને બચાવવા દોડી આવે છે. ટાંકી યુવક પરથી દૂર કરીને યુવકને બહાર કાઢે છે. આ ઘટનામાં યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામા આવ્યો છે.
આ પણ વાંચો : બિપરજોયનો ખતરો ટળતા ગુજરાતના મંદિરોના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ફરી ખૂલ્યા