ગુજરાત

બિપરજોય LIVE : વાવાઝોડાએ સ્પીડ પકડતા લોકોમાં ભયનો માહોલ, જખૌ બંદરથી માત્ર 110 કિ.મી દૂર

LIVE CYCLONE BIPARJOY UPDATES :’બિપરજોય’ વાવાઝોડું કચ્છ તરફ આગળ  વધ્યું, જખૌ બંદરથી માત્ર 110 કિલોમીટર દૂર

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય ચક્રવાત ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત બિપરજોય આજે સાંજ સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારો અને પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 125થી 135 કિમીની ઝડપે પવન ફૂકાવાની શક્યતા છે. તે ઉપરાંત આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી પણ કરવામા આવી છે. ત્યારે આજે વહેલી સવારથી આ વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે.’બિપરજોય’ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી 110 કિમી દૂર છે ત્યારે  દરિયાનું રૌદ્ર રૂપ  જોવા મળી રહ્યું છે . જ્યારે બીજી તરફ આ વાવાઝોડાને લઈને રાજ્યનું વહિવટી તંત્ર સહિત પોલીસ તંત્ર એલર્ટ પર છે.

 બિપરજોય વાવાઝોડાએ સ્પીડ પકડી

વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી માત્ર 110 કિમી દૂર છે. ત્યારે વાવાઝોડું નજીક આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જખૌમાં આ વાવાઝોડાની  ભારે અસર વર્તાઈ રહી છે.

મીઠાપુરમાં ટાટાના પ્લાન્ટનો શેડ ઉડ્યો 

દ્વારકામાં ભારે પવન ફૂકાવવાના  કારણે મીઠાપુરમાં ટાટાના પ્લાન્ટનો શેડ જ ઊડી ગયો હતો.  જે બાદ NDRFની ટીમના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

 ગુજરાતના બંદરો પર ડોર્નિયર અને ચેતક તૈનાત

બિપરજોયના ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું હોવાના કારણે ભારતીય કોસ્ટ ગાર્ડ પર લોકોના સુરક્ષા માટે પગલાં લઈ રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એમ.વી.પાઠકે જણાવ્યું કે, ‘અમે બચાવ અને રાહત કાર્ય માટે અમારા જહાજોને બંદર પર તૈનાત કર્યા છે. અમે ગુજરાતમાં અમારા 3 ઓફશોર પેટ્રોલિંગ વાહનો, 4 ઝડપી પેટ્રોલિંગ વાહનો, 8 ઈન્ટરસેપ્ટર બોટ, 3 ડોર્નિયર, 1 ALH તૈયાર છે. દમણમાં 4 ડોર્નિયર, 4 ચેતક અને 1 ALH તૈનાત કરાયા છે. અમે ગુજરાતમાં 23 DRT (ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ) તૈયાર કરી છે.

 ST નિગમે બસની  4300 ટ્રીપ રદ્દ કરી

બિપોરજોય  વાવાઝોડાને લઈને એસટી વિભાગ એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડાને પગલે ST નિગમે બસની લગભગ 4300 ટ્રીપ રદ્દ કરી દીધી છે.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે. અનેક ઘરોના છાપરા ઉડવા લાગ્યા

બનાસકાંઠા વાવાઝોડુ-humdekhengenews

જખૌમાં વાવાઝોડાની અસર

બિપરજોય ચક્રવાત હવે જખૌથી માત્ર 120 કિ.મી. દૂર છે. ત્યારે આ પહેલા જખૌથી  તેની ગંભીર અસર જોવા મળી રહી છે.  હાલ જખૌમાં ધોધમાર વરસાદ  વરસી રહ્યો છે. બીજી તરફ મુન્દ્રા પોર્ટ પર બિપોરજોયની ખતરનાક અસર જોવા મળી રહી છે. મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. કચ્છના મુન્દ્રા પોર્ટ પર 2200 કિલોના કન્ટેનર હવાથી પડી ગયા હતા.

વાવાઝોડું જખૌ બંદરથી 140 કિલોમીટર દૂર

બિપોરજોય વાવાઝોડું પાછલા 6 કલાકમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે આગળ વધી રહ્યું છે, વાવાઝોડું જખૌ બંદરથી 140 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે.IMDએ વાવાઝોડું જખૌ બંદર પાસેથી પસાર થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમજ આ  વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચેથી કચ્છના દરિયાકાંઠેથી પસાર થવાની શક્યતાઓ  વ્યક્ત કરી છે.

જામનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ સ્થગિત

સાયક્લોન બિપરજોયને પહોંચી વળવા જામનગર એરપોર્ટ પર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.એરમેનને નોટિસ 16 જૂન સુધી જારી કરવામાં આવી છે અને તમામ ફ્લાઈટ્સની અવરજવર બપોરે 1:30 થી સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવશે. ઈમરજન્સીના સંજોગોમાં એરપોર્ટ ચલાવવા માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર પાર્કિંગ એરિયામાં હવે કોઈ એરક્રાફ્ટ નથી

વાવાઝોડાને કારણે દ્વારકામાં ભારે નુકસાન, અનેક વૃક્ષો અને વીજપોલ થયા ધરાશાયી

નવલખી અને કંડલામાં 2થી 3 માળ સુધીના મોજા ઉછળશે

તાજેતરમાં બિપરજોય વાવાઝોડાવને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. જે મુજબ આજે બપોરે નવલખી અને કંડલામાં 2થી 3 માળ સુધીના મોજા ઉછળશે. તેમજ  દરિયો ભારે તોફાની બનશે. હવમાન વિભાના જણાવ્યા મુજબ નવલખી બંદર પર બપોર 1:38 વાગ્યાની આસપાસ 7.54 મીટર ઊંચા મોજા ઉછળશે. તેમજ કંડલામાં બપોરે 1 વાગ્યા બાદ 6.79 મીટર ઊંચા મોજા ઉછળશે.

રોઝી બંદર પર 10 નંબરનું સિગ્નલ લાગ્યું

બિપરજોય વાવાઝોડાની અસર જામનગરના દરિયામાં દેખાઈ વર્તાઈ રહી છે. વાવાઝોડાને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.  જેથી  જામનગરના રોઝી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. રોઝી બંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળતા 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું છે.

CycloneBiporjoy ની ઝડપ ઘટી

રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતુ કે CycloneBiporjoy ની ઝડપ ઘટી છે. પરંતુ પવનની ઝડપ 110-125 kmphની આસપાસ રહેશે, જે ખૂબ જ જોખમી છે.

 બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલના સમયમાં ફેરફાર

બિપરજોય વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાના લેન્ડફોલના સમયમાં ફેરફાર થયો છે. જે મુજબ આ  વાવાઝોડુ આજે રાત્રે 9થી 10 કલાકની વચ્ચે ટકરાઇ શકે છે.

ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય’ અંગે સમીક્ષા બેઠક યોજી

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ચક્રવાત ‘બિપરજોય’ અંગે સમીક્ષા બેઠક યોજી

ગુજરાત સરકારે રાજ્યના લોકો માટે બિપરજોયથી પોતાની સુરક્ષા કરવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે.

બનાસકાંઠામાં 16 અને 17 જૂને શાળાઓમાં રજા જાહેર

બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાને ધ્યાનમાં રાખી આગામી 16 અને 17 જૂને શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.

આ પણ વાંચો : બિપરજોય વાવાઝોડા વચ્ચે જીવદયા પ્રેમી શ્વાનોને લઈને મૂકાયા ચિંતામાં; સરકારને કરી ખાસ અપીલ

કંડલા બંદરે વાવાઝોડાંની ગંભીર અસર

કંડલા બંદરે વાવાઝોડાંની ગંભીર અસર જોવા મળી રહી છે. 80 કિમી કલાકની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

જામનગરના એસ.ટી ડેપો.થી ઉપડતી 54 બસના રૂટ કેન્સલ

બિપરજોય વાવાઝોડાંની દહેશતના પગલે જામનગરના એસ.ટી ડેપો.થી ઉપડતી 54 બસના રૂટ કેન્સલ

જામનગર ના એસટી વિભાગ દ્વારા પણ વાવાઝોડાની સંભાવના ના પગલે આજે જામનગર થી ઉપડતી 54 બસના રૂટો કેન્સલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે તમામ બસને એસટી ડેપોમાં સુરક્ષિત કરીને રાખી દેવામાં આવી છે. જેથી આજે એસટી બસ ડેપોખાલીખમ નજરે પડી રહ્યો છે.

રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ પર પ્રતિબંધ

વાવાઝોડાને પગલે રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ પર પ્રતિબંધ લાગ્યો, એર ઈન્ડિયા, સ્ટાર એરની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવામા આવી છે.

કચ્છ જિલ્લામાં 47,000 થી વધુ લોકોનું સ્થળાંતર

કચ્છ જિલ્લામાં 47,000 થી વધુ લોકો આશ્રય ગૃહોમાં સ્થળાંતર થયા છે. તમામ સગર્ભા સ્ત્રીઓને હોસ્પિટલો અને અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી હતી.

‘બિપરજોય’ વાવાઝોડાની કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે અસર શરુ થઇ ગઇ છે.  સૌરાષ્ટ્રના દરિયામાં ભારે પવનના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અમરેલી, જખૌ, માંડવી, દ્વારકા, ગીર સોમનાથના દરિયામા ઉંચા મોજા ઉછળી રહ્યો છે. તેમજ અમરેલીમાં પણ  આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

‘બિપરજોય’ વાવાઝોડું કચ્છ તરફ આગળ  વધ્યું 

‘બિપરજોય’ વાવાઝોડું કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ જખૌ બંદરથી માત્ર 180 કિલોમીટર દૂર છે.

બિપરજોય ચક્રવાત હવે કચ્છ પાકિસ્તાન સરહદેથી આગળ વધે તેવી શક્યતા

બિપરજોય વાવાઝોડા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહાતોફાનમાં પરિવર્તિત થવા જઇ રહેલું બિપરજોય ચક્રવાત કેટલેક અંશે નબળું પડ્યું હોવાનું અને રૂટ બદલાયો હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતના દેવભૂમિ દ્વારકા અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ગુરૂવારે ટકરાયા બાદ એ પાકિસ્તાન તરફ આગળ વધે એવી સંભાવના છે. અહીં રાહતના સમાચાર એ છે કે ગુજરાતના કચ્છ માથેથી પસાર થનાર બિપરજોય ચક્રવાત હવે કચ્છ પાકિસ્તાન સરહદેથી આગળ વધે એવી શક્યતા દેખાઇ રહી છે.

બિપરજોય વાવાઝોડાની ઝડપ વધી

બિપોરજોય વાવાઝોડું તીવ્ર ગતિએ ગુજરાત તરફ વધી રહ્યું  છે. વાવાઝોડું 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું  છે.

દરિયાકાંઠે રહેતા 74,000 થી વધુ લોકોને સ્થળાંતર

આજે ગુજરાતના કચ્છ જિલ્લાના જખાઉ બંદર નજીક ચક્રવાત ‘બિપરજોય’ લેન્ડફોલ કરે તેવી સંભાવના હોવાથી, રાજ્ય પ્રશાસને સાવચેતી તરીકે દરિયાકાંઠે રહેતા 74,000 થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે અને બચાવ અને રાહત પગલાં માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટ્સ તૈનાત કર્યા છે. અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠા તરફ બેરલ થતાં, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ  થયો હતો.

સરકારી તંત્ર દ્વારા બુધવાર સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારમાંથી 75 હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. સૌથી વધારે કચ્છમાં 35000, જામનગરમાં 10000, મોરબીમાં 10,000, રાજકોટમાં 6000, દેવભૂમિ દ્વારાકમાં 6000, જૂનાગઢમાં 4600, પોરબંદરમાં 3500 તથા ગીર સોમનાથમાં 1600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સરકારની તૈયારી છે ફુલ

એનડીઆરએફની 15, એસડીએફની 12, માર્ગ મકાન વિભાગની 115 અને વીજ વિભાગની 397 ટૂકડીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તે ઉપરાંત આર્મીના જવાનો પણ તૈયાર છે. રેલવે દ્વારા 76 ટ્રેન રદ કરવામાં આવી છે તો એસટી વિભાગ દ્વારા પણ બિપરજોયના સંવેદનશીલ વિસ્તાર પૂરતી પોતાની સેવા બંધ કરી દીધી છે.

હોસ્પિટલોમાં ઓક્સિજન,વેન્ટિલેટર તથા જરૂરી દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિતના મંદિરો 16 જૂન સુધી જૂન સુધી દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે.

બિપરજોય વાવાઝોડૂં ક્યાં પહોંચ્યું છે?  અહીં ક્લિક કરીને જૂઓ લાઈવ

માંડવીનો દરિયો તોફાની બન્યો 

સૌથી પહેલા વાવાઝોડું ક્યાં ત્રાટકશે?

બિપરજોયની દિશા અને સ્થિતિને જોતા હવામાન વિભાગ અનુસાર, સિરક્રિકથી જખૌ વચ્ચે સાંજે લેન્ડફોલ થઈ શકે છે. સાંજે પાંચ વાગ્યા સુધી વાવાઝોડુ જમીન પર પહોંચી જશે. પવનની ગતિ 125થી 135ની રહશે, જ્યારે સૌથી વધારે ગતિ 150 સુધી જઈ શકે છે.

ગુજરાત વાવાઝોડા સાથે પાંચ કલાક ઝઝૂમશે

હવામાન વિભાગ અનુસાર, જ્યારે બિપરજોય જમીન પર પહોંચશે ત્યારે તેની સ્પીડમાં વધારો થઈ શકે છે. તે સમયે કદાચ 150ની ઝડપે પવન ફુકાઈ શકે છે. તેવામાં ગુજરાતને માથે વાવઝોડાની અસરનો ગાળો 4થી 6 કલાક રહેશે. સામાન્ય રીતે વાત કરીએ તો પાંચ કલાક સુધી તો ગુજરાતને વાવાઝોડા સાથ ઝઝૂમવું જ પડશે. આ દરમિયાન જાનમાલની હાનિની શક્યતાઓ રહેલી છે. જોકે, સરકાર પહેલાથી જ લોકોને સુરક્ષિત સ્થાન ખસેડી લીધા હોવાથી જાનની હાનિ રોકી શકાશે. જોકે, અન્ય નુકશાનની ગણતરી તો બિપરજોયના પસાર થયા પછી જ કરી શકાશે.

ઉત્તર, મધ્ય ગુજરાત પર બિપરજોયની શું થશે અસર?

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં તેજ પવન સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બિપરજોય ક્યારે શાંત થશે?

ખુબ જ ગંભીર રીતે લેન્ડફોલ થયા પછી જમીન પર ઘટતી પવનની ગતિ સાથે પણ તે આગળ વધતું જ રહેશે. જખૌ પાસે લેન્ડફોલ થયા પછી ત્યાથી લખપતથી કચ્છના રણને વટાવીને રાજસ્થાન પહોંચશે ત્યાર સુધીમાં તે ધીમે-ધીમે શાંત થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે રાજસ્થાનમાં પણ 40થી 50ની સ્પીડથી પવન ફુકાવાની શક્યતા છે.

આ  પણ વાંચો : આજે બિપરજોય ગુજરાત પર ત્રાટકશે; 150 કિમીની તીવ્ર ઝડપે ફુંકાશે પવન

Back to top button