કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

Biparjoy Cyclone : દ્વારકાધીશ મંદિરમાં દર્શને જનારા દર્શનાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર

Text To Speech

દ્વારકાધીશ મંદિરમાં આજે નહીં ચડે ધજા, ગોમતીઘાટ-શિવરાજપુર બીચ પર કલમ 144 લાગુ

બિપરજોય વાવાઝોડાની તિવ્ર અસરના કારણે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. અને હાલ પણ સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ તોફાની વાવાઝોડાની વચ્ચે પણ કેટલાક લોકો દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે. વાવાઝોડાવની અસરને પગલે દ્વારકામાં ભારે પવન ફૂકાઈ રહ્યો છે. જેના કારણે તંત્ર દ્વારા આજે દ્વારકા મંદિરમાં ધજા નહીં ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દ્વારકા મંદિરમાં આજે ધજા નહીં ચડાવી શકાય

બિપરજોય વાવાઝોડાની અસર દ્વારકામાં જોવા મળી રહી છે. હાલ દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકાધીશ મંદિરે દિવસમાં 5 વખત ચડાવવામાં આવતી ધજાને લઈને મંદિરના વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે પવનને કારણે દ્વારકા મંદિરમાં આજે ધજા નહીં ચડાવી શકાય, દ્વારકાધીશને ધજા માત્ર પ્રસાદના રૂપે ધરવામાં આવશે.

બિપરજોય દ્વારકા મંદિર-humdekhengenews

ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર કલમ 144 લાગુ

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે દ્વારકા જિલ્લામાં હાલ ભારે પવન ફૂકાઈ રહ્યો છે. હાલ વાવાઝોડું દ્વારકાથી છે 300 કિમિ દૂર છે. ત્યારે હાલ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અને 25 થી 30 ફૂટ મોજા ઉછળી રહ્યા છે. આ વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. દ્વારકાના દરિયાકાંઠે, ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર કલમ 144 લાગુ કરી દેવામા આવી છે. અને આ મામલે દેવભૂમિ દ્વારકાના અધિક કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે 16 તારીખ સુધી લાગુ રહેશે. તેમજ દ્વારકા પોલીસ તંત્ર દ્વારા હોટેલ સંચાલકોને પ્રવાસીઓનું બુકીંગ ન લેવા આદેશ કરવામા આવ્યો છે.

બિપરજોય દ્વારકા મંદિર-humdekhengenews

દ્વારકાધીશ મંદિરે એક સાથે બે ધજા ચડાવવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે દ્વારકાધીશ મંદિરે એક સાથે બે ધજા ચડાવવામાં આવી હતી. અને બિપરજોય વાવાઝોડના સંકટને ટાળવા માટે પ્રાથના પણ કરવામા આવી હતી. વાવાઝોડાના ખતરા વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એકસાથે બે ધજા ચડાવવામાં આવી હતી.

 આ પણ વાંચો : બિપરજોય ઈફેક્ટ : છેલ્લા 24 કલાકમાં 62 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો

Back to top button