Biparjoy Cyclone: આફત ‘on the way ‘ 28 તાલુકામાં ફુંકાશે ઝંઝાવતી પવન
વાવાઝોડું ગુજરાત પર ભારે અસર કરી રહેયું છે, ત્યારે 252માંથી 28 તાલુકામાં ઝંઝાવતી પવન ફૂંકાશે ને 23તાલુકામાં વરસાદ ખાબકશે તેવી સંભાવના છે. વાવાઝોડું જખૌથી 180 કિલોમીટર દૂર હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 180 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિલોમીટર, નલીયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. જોકે, પવનની ગતિમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ‘બિપરજોય’ વાવાઝોડું આજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. વાવાઝોડું રાત્રે 9 થી 10 કલાકની આસપાસ ટકરાશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે
15થી 17 જૂન વચ્ચે 23 તાલુકામાં સાંબેલાધાર વરસાદ
બિપરજોય વાવાઝોડું આજે સાંજે કચ્છના જખૌ અને પાકિસ્તાનના કંરાચી વચ્ચે ટકરાશે. ત્યારે ગુજરાતના 252 તાલુકામાંથી 28 તાલુકામાં ઝંઝાવતી પવન ફૂંકાશે અને 15થી 17 જૂન વચ્ચે 23 તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબકશે. કચ્છ, જામનગર, દ્વારકા અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
કચ્છમાં આ કારણોથી રોહત
એક રાહતના સમાચાર હવામાન વિભાગમાંથી એ આવ્યાં છે કે વાવાઝોડું ટકરાશે ત્યારે સૌથી વધુ 88-117 kmphની ઝડપે પવન ફૂંકાશે તે મોટાભાગનો વિસ્તાર કચ્છના મોટા અને નાના રણનો છે. જ્યારે અબડાસા અને લખપતમાં આ સ્પીડે ફૂંકાનાર પવનની અસર જરૂર થશે, પરંતુ કચ્છના મોટા અને નાના રણમાં જે આંધી ઉઠશે એટલી અસર થશે નહીં.
આ તાલુકામાં આટલી ઝડપે ફૂંકાશે પવન
કચ્છ, નખત્રાણા, લખપત, અબડાસા આ તાલુકામાં 88-117 kmphની ઝડપથી પવન ફૂંકાશે.
આ તાલુકામાં 62-88 kmphની ઝડપે પવન ફૂંકાશે
ભુજ, નખત્રાણા, ઓખાનો દરિયાકાંઠાનો ભાગ, માંડવી, મુંદ્રાનો થોડો ભાગ આ તાલુકામાં 62-88 kmphની ઝડપે પવન ફૂંકાશે.
આ તાલુકામાં 49-61 kmphની ઝડપે પવન ફૂંકાશે
મુંદ્રા, અંજાર, ભચાઉ, કલ્યાણપુર,ખંભાળિયા અને રાપરનો થોડો ભાગ આ તાલુકામાં 49-61 kmphની ઝડપે પવન ફૂંકાશે.
આ તાલુકામાં 31-49 kmphની ઝડપે પવન ફૂંકાશે
વેરાવળ, માળિયાહાટીના, માંગરોળ, કેશોદ, માણાવદર, કુકાવાવ, કલ્યાણપુરનો, જામનગર, જોડિયા, મોરબી, માળિયામિયાણા, હળવદ, વાવ, સાંતલપુર ,અને રાધનપુર આ તાલુકામાં 31-49 kmphની ઝડપે પવન ફૂંકાશે.
આ 23 તાલુકા 15-17 જૂન સુધી વરસાદ
લખપત, નખત્રાણા, અબડાસા, માંડવી, મુંદ્રા, અંજાર, ભચાઉ, રાપર, કચ્છ, દ્વારકા, ઓખા, કલ્યાણપુર, ખંભાળિયા, જોડિયા, થરાદ, દિયોદર, ભાભર, સૂઇગામ, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, લાખણી, અને વાવ આ 23 તાલુકા 15-17 જૂન સુધીમાં વરસાદ પડશે.
આ પણ વાંચો: બિપરજોય ચક્રવાત: રાજ્ય સરકારે બંધાવેલા 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ લોકો માટે બન્યા આશીર્વાદ રૂપ