ગુજરાતટોપ ન્યૂઝ

Biparjoy Cyclone: ગુજરાત બાદ રાજસ્થાનનો વારો, વાવાઝોડાને કારણે 4 રાજ્યોમાં હાઇ એલર્ટ

Text To Speech

અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલ બિપરજોય વાવાઝોડુ મોડી રાત્રે કચ્છના જખૌ બંદરે ટકરાયું હતું. જેના કારણે રાજ્યામાં ભારે તબાહી મચી જવા પામી હતી. . બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. તેમજ ભારે પવનને કારણે ઘણા પ્રાણીઓના મોત થયા અને લગભગ 22 લોકો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે હવે બિપોરજોય વાવાઝોડું વિનાશ વેરતું આગળ વધી રહ્યું છે.આ વાવાઝોડુ રાજસ્થાન તરફ વધી રહ્યું છે.

બિપરજોય રાજસ્થાન તરફ આગળ વધ્યું

બિપરજોય વાવાઝોડુ રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યું હતું.દરિયાકાંઠે ટકારાયા બાદ વાવાઝોડાની ગતિ સતત ઘટી રહી છે. ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત બિપરજોય શાંત થઈ ગયું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે જ્યાં પવનની ગતિ 75 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની નજીક હોવાની માહિતી સામે આવી છે.

બિપરજોય વાવાઝોડા-humdekhengenews

વાવાઝોડાને કારણે 4 રાજ્યોમાં હાઈએલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડાને કારણે આજે અને આવતીકાલે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ આગામી ચાર દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

રાજ્યમાં આજે પણ જોવા મળશે વાવાઝોડની અસર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વાવાઝોડું આજે પણ પૂર્ણ નહીં થાય. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે સાંજ સુધીમાં વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થશે.

 આ પણ વાંચો : ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની આફટર અસરોને પહોંચી વળવા જુઓ શું છે તૈયારી

Back to top button