ગુજરાતટ્રેન્ડિંગ

નવા GST રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરાશે

  • બોગસ બિલીંગના સૌથી વધુ કેસ દક્ષિણ ગુજરાતમાંથી મળી આવ્યા
  • જીએસટી વિભાગે મસમોટી આવક ગુમાવવાની સ્થિતી ઉભી થતી હતી
  • છેલ્લા થોડા સમયથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બોગસ બિલીંગના કેસમાં ઘટાડો થયો

નવા GST રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરાશે. જેમાં બોગસ બિલિંગના કેસ અટકાવવા દક્ષિણ ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ હતો. તેમાં વેપારીની ફિંગર પ્રિન્ટ લીધા બાદ સ્થળ તપાસ કરીને જ નવો નંબર આપવાનો નિયમ છે. તેમજ નવો જીએસટી નંબર આપવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો; અમદાવાદ: દરોડામાં પોલીસની નજર ચૂકવી પંચોએ સોનાની લગડી ચોરી લીધી

બોગસ બિલીંગના સૌથી વધુ કેસ દક્ષિણ ગુજરાતમાંથી મળી આવ્યા

બોગસ બિલીંગના સૌથી વધુ કેસ દક્ષિણ ગુજરાતમાંથી મળી આવ્યા બાદ નવો જીએસટી નંબર લેવા બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમમાં જે વેપારીએ નવો જીએસટી નંબર લેવો હોય તે વેપારીની ફિંગર પ્રિન્ટ બાયોમેટ્રિક સિસ્ટમથી લીધા બાદ જે સ્થળ પર વેપાર શરુ કરવાનો છે તેની ચકાસણી કરીને જ નવો નંબર આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.તેની સફળતા બાદ સમગ્ર દેશમાં તે પ્રમાણેની સિસ્ટમ લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેથી આગામી જીએસટી કાઉન્સીલની બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પણ શકયતા રહેલી છે.

જીએસટી વિભાગે મસમોટી આવક ગુમાવવાની સ્થિતી ઉભી થતી હતી

બોગસ બિલીંગના કેસ પકડાયા બાદ મોટાભાગના કિસ્સામાં જેના નામે પેઢી ઉભી કરવામાં આવી હોય તે શ્રમજીવી, ચાની લારી ચલાવનાર, રીક્ષા ચલાવનાર હોવાનુ બહાર આવતુ હોય છે. જેથી મુખ્ય સુત્રધાર સુધી પહોંચી શકાતુ નથી. આજ કારણોસર જીએસટી વિભાગે મસમોટી આવક ગુમાવવાની સ્થિતી ઉભી થતી હતી. આજ કારણોસર નવો જીએસટી નંબર આપવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. તેમજ તેની શરુઆત સુરત અને વાપીથી કરવામાં આવી હતી. તેમાં નવો જીએસટી નંબર લેવા માટે અરજી કરનારે તમામ પુરાવા અપલોડ કર્યા બાદ આધારકાર્ડની માફક પોતાની ફિંગર પ્રિન્ટ જીએસટી ઓફિસ પર જઇને આપવાની હોય છે. તે આધારકાર્ડ સાથે મેચ થયા બાદ જ નવો જીએસટી નંબર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે.

ત્યાર બાદ જીએસટી અધિકારી દ્વારા જે જગ્યા પર વેપાર શરુ કરવાનો હોય તે સ્થળ, ગોડાઉન સહિતની જગ્યાનુ સ્થળ નિરીક્ષણ કર્યા પછી જ નવો નંબર આપવામાં આવી રહ્યો છે. આ જ કારણોસર છેલ્લા થોડા સમયથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બોગસ બિલીંગના કેસમાં ઘટાડો થયો છે. આ પ્રોજેકટની દક્ષિણ ગુજરાતમાં સફળતા બાદ સમગ્ર દેશમાં તેને લાગુ કરવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

Back to top button