ગુજરાત

ગુજરાતમાં બાયોમેટ્રિક કૌભાંડ સામે આવ્યું, આરોપીઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Text To Speech
  • બાયોમેટ્રિક કરીને કેનેડાના બોગસ એપોઇન્ટમેન્ટ લેટર ઇશ્યુ કર્યા
  • 28 લોકોને કેનેડાના એપોઇન્ટમેન્ટ લેટર ઈશ્યૂ કરી વિદેશ મોકલ્યા
  • લેપટોપ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જપ્ત કર્યો

ગુજરાતમાં બાયોમેટ્રિક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં VFS ગ્લોબલ કંપનીના બે કર્મી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. તેમાં 20 હજારમાં બાયોમેટ્રિક કરી 28 લોકોને કેનેડાના એપોઇન્ટમેન્ટ લેટર ઈશ્યૂ કર્યા હતા. તેમજ આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઇલ જપ્ત કરીને એફએસએલમાં મોકલાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર 

બાયોમેટ્રિક કરીને કેનેડાના બોગસ એપોઇન્ટમેન્ટ લેટર ઇશ્યુ કર્યા

અમદાવાદમાં આવેલ આશ્રમ રોડ પર આવેલી VFS ગ્લોબલ કંપનીના બે કર્મચારી અને એક પૂર્વ કર્મીએ બાયોમેટ્રિક કૌભાંડ આચર્યાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થતાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્રણેય આરોપીએ પૈસા લઇને 28 વ્યક્તિના બાયોમેટ્રિક કરીને કેનેડાના બોગસ એપોઇન્ટમેન્ટ લેટર ઇશ્યુ કર્યા હતા. એક વ્યકિત દીઠ પૂર્વ કર્મીએ ટ્રાવેલ્સ એજન્ટો પાસેથી 20 હજાર લેખે કુલ 5.60 લાખ પડાવ્યા હતા. ત્રણેય આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ, જાણો કયા સૌથી વધુ થઇ મેઘમહેર 

લેપટોપ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જપ્ત કર્યો

મણિનગરમાં રહેતા વ્યોમેશ ઠાકર આશ્રમ રોડ પર આવેલી VFS ગ્લોબલ લિમિટેડ કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે થોડા સમય પહેલાં કેનેડા હાઈ કમિશનને ઇ-મેલ કરીને તેમની ઓફિસમાં ચાલતા કૌભાંડ અંગે જાણ કરી હતી. બાદમાં વ્યોમેશે તપાસ કરાવતા કંપનીના કર્મી મેલ્વીન ક્રિસ્ટી, સોહિન દિવાને પૂર્વ કર્મી મેહુલ ભરવાડ સાથે મળીને સમગ્ર કૌભાંડ આચર્યું છે. આ અંગે વ્યોમેશે ક્રાઇમ બ્રાન્ચમાં બે કર્મી, પૂર્વ કર્મી સહિત ચાર શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Back to top button