વિસનગર પોલીસ તંત્રના નાક નીચે ડબ્બા ટ્રેડિંગ! જેણાજીએ બેસાડી પોતાની ટીમ
- વિસનગર પોલીસની નાક નીચે ડબ્બા ટ્રેડિંગ.
- વિસનગર-વડનગર અને ખેરાલુ સુધી ફેલાયેલું છે આ ડબ્બા ટ્રેડિંગ.
- સેધાજી અને અનિલને પકડવા વિસનગર પોલીસ નિષ્ફળ.
વિસનગર: વિસનગર તાલુકાના ગામડાઓમાં તો ડબ્બા ટ્રેડિંગના અપરાધીઓએ અડ્ડા બનાવેલા છે. તેવામાં વિસનગર પ્રોપરમાં પણ ડબ્બા ટ્રેડિંગ કરવામાં આવતું હોવાની માહિતી સામે આવી રહી છે. સેધાજી-અનિલના સાથીદાર જેણાજીએ પોતાની ટીમ બેસાડી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. તે ટીમમાં ભાવેશ અને જેડી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.
શું વિસનગર પોલીસને આ વાતની જાણ નથી?
વિસનગર પોલીસની નાક નીચે ડબ્બા ટ્રેડિંગ થઈ રહ્યું છે, તેવામાં વિસનગર પોલીસ કોઈ જ જવાબ આપવા માટે તૈયાર નથી. સરકારના પરિપત્રનો રદીયો આપીને જવાબદાર પોલીસ અધિકારીઓ વિસનગર ડિવાયએસપી પાસેથી નિવેદન લેવાનું જણાવી રહ્યાં છે. વિસનગર-વડનગર અને ખેરાલુ સુધી ફેલાયેલા આ દૂષણને લઈને એકપણ અધિકારી જવાબદારી લેવા માટે તૈયાર નથી. તેથી ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા લોકો ડર વગર પોતાના ધંધાનો વિસ્તાર કરી રહ્યાં છે.
ડબ્બા ટ્રેડિંગનું દૂષણ વિસનગરમાં વધ્યું:
સેધાજી અને અનિલની હાથ નીચે કામ કરતા લોકો હવે પોતાની ટીમો બેસાડીને સામાન્ય જનતાને લૂંટવાનું શરૂ કર્યું છે. કેન્સર જેવી રીતે આખા શરીરમાં ફેલાઇ જાય છે, તેવી જ રીતે ડબ્બા ટ્રેડિંગનું દૂષણ ધીમે-ધીમે પોતાનું ફણ ફેલાવીને આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ સરકારી એજન્સીઓએ મૌન ધારણ કરી રાખ્યું છે.
અનેક લોકો જોડાઈ રહ્યા છે ડબ્બા ટ્રેડિંગમાં:
હજું તો સેધાજી અને અનિલને પકડી શકાયા નથી તેવામાં તો તેમના હાથ નીચે કામ કરતાં જેણાજી પોતાની ટીમ લઈને માર્કેટમાં ધમકી પડ્યા છે. જેણાજીના અંડરમાં અનિલ ઉર્ફે રોકી હેન્ડસમ, પથુજી, ભાવેશ ઉર્ફે ભાવો, જેડી ઉર્ફે જયદિપ અને કિશન કામ કરી રહ્યાં છે. આ આરોપીઓમાં રોકી હેન્ડસમ રંગપુરનો રહેવાસી છે, તો પથુજી સુવરિયાનો રહેવાસી છે. તો જેડી ઉર્ફે જયદિપ કંસારાનો રહેવાસી છે. તો ભાવેશ અને કિશન પ્રોપર વિસનગરના રહેવાસી છે.
આ તમામ લોકોની ટોળકી પાછલા ઘણા વર્ષોથી ડબ્બા ટ્રેડિંગના દૂષણ સાથે સંકળાયેલી છે. જેણાજીની ટીમના તમામ આરોપીઓ લાખો રૂપિયાની ફોર વ્હીલ લઈને ફરતા થઈ ગયા છે. સ્વભાવિક વાત છે કે, એક વખત અનુભવ થયા પછી વ્યક્તિ પોતાના ધંધાનો વિસ્તાર કરવાનું વિચારે છે. આમ જે લોકો અત્યારે કોઈ એક વ્યક્તિના હાથ નીચે કામ કરે છે, તેઓ પણ આગામી સમયમાં પોતાની સેના તૈયાર કરશે.
આમ પ્રતિદિવસ ડબ્બા ટ્રેડિંગનું દૂષણ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે કે તેના વિશે અત્યારે આપણે વિચાર પણ કરી શકીએ તેમ નથી. તો અત્યારે મૌન ધારણ કરીને બેસેલી પોલીસ પણ તે દૂષણને નાંખી શકશે નહીં. અત્યાર સુધી વિસનગર પોલીસને સેધાજી-અનિલ સહિતના તેમની ટૂકડીના અપરાધીઓને પકડવાનો પડકાર હતો પરંતુ હવે જેણાજી અને તેમની ટીમનો સમાવેશ પણ તે યાદીમાં થઈ ગયો છે.
આ પણ વાંચો:
- ખેરાલુ-વડનગર અને વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ફાટ્યો રાફડો; પોલીસની ભૂમિકા શંકાસ્પદ
- ઉત્તર ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગને ડામવા સેધાજીને જ નહીં અનિલને પણ પકડવો પડશે
- આ પણ વાંચો:ગંભીર બાબત: ડબ્બા ટ્રેડિંગમાં એક ખાસ કોમ્યુનિટીના લોકો જોડાઇ રહ્યાં છે
- આ પણ વાંચો:જાગો વિસનગર પોલીસ જાગો..! ડબ્બા ટ્રેડિંગના માફિયા સેધાજી-અનિલને ક્યારે નાથશો?