ટ્રેન્ડિંગનેશનલ

ઝિમ્બાબ્વેમાં વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ હરપાલ રંધાવા અને પુત્રનું નિધન

  • ઝીમ્બાબ્વેના ઝ્વામહાન્ડે પ્રદેશના પીટર ફાર્મમાં વિમાન દુર્ઘટના

રિઓઝિમની માલિકીનું સેસ્ના-206 એરક્રાફ્ટ(ખાનગી વિમાન) શુક્રવારે(29 સપ્ટેમ્બરે) ઝિમ્બાબ્વેમાં હરારેથી મુરોવા હીરાની ખાણ તરફ જઈ રહ્યું હતું. ત્યારે ઝ્વામહાન્ડે પ્રદેશના પીટર ફાર્મમાં વિમાન દુર્ઘટના બની હતી. જેમાં ભારતીય ખાણ ક્ષેત્રના ઉદ્યોગપતિ અને રિઓઝિમ કંપનીના માલિક હરપાલ રંધાવા, તેમના પુત્ર અને અન્ય ચાર લોકોના મૃત્યુ થયાં હતા.

મળતા અહેવાલ મુજબ, સોના અને કોલસાનું ઉત્પાદન કરતી તેમજ નિકલ-તાંબાનું શુદ્ધિકરણ કરતી ખાણકામ કંપની રિઓઝીમના માલિક હરપાલ રંધાવા, તેમના પુત્ર અને અન્ય ચાર લોકો સાથે મશાવાથી હરારે જઈ રહ્યા હતા તે દરમિયાન ઝવામહાન્ડે વિસ્તારના પીટર ફાર્મમાં તેમનું સિંગલ-એન્જિનવાળું એરક્રાફ્ટમાં(ખાનગી વિમાન) ટેકનિકલ ખામી સર્જાતા હવામાં જ વિમાનનો વિસ્ફોટ થયો હતો અને મુરોવા ડાયમંડ્સ ખાણ પાસે પ્લેન ક્રેશ થયું હતું. દક્ષિણપશ્ચિમ ઝિમ્બાબ્વેમાં હીરાની ખાણ નજીક ભારતીય ખાણકામના ઉદ્યોગપતિ, તેમના પુત્ર અને અન્ય ચાર ક્રુ-મેમ્બરો સહીત તમામ મૃત્યું પામ્યા હતા. આ વિમાન આંશિક રીતે રિઓઝિમની માલિકીનું છે.

ધ હેરાલ્ડના અહેવાલમાં જણાવ્યા અનુસાર, પોલીસે કહ્યું કે, પીડિતોમાં ચાર વિદેશી અને અન્ય બે ઝિમ્બાબ્વેના હતા. ઝિમ્બાબ્વે રિપબ્લિક પોલીસ એક પ્લેન ક્રેશની જાણ કરે છે જે 29 સપ્ટેમ્બરના રોજ સવારે 7:30 થી 8 વાગ્યાની વચ્ચે થયો હતો, જ્યાં છ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ હતી, મુરોવા ડાયમંડ કંપની (રિઓઝિમ)ની માલિકીનું એરક્રાફ્ટ સવારે 6 વાગ્યે ખાણ માટે હરારેથી રવાના થયું હતું અને માશાવાથી લગભગ 6 કિમી દૂર ક્રેશ થયું હતું.”

રીઓઝીમ કંપનીએ ક્રેશની પુષ્ટિ કરી અને કહ્યું કે, તે વધુ માહિતી એકત્ર કરવા સંબંધિત અધિકારીઓ સાથે કામ કરી રહી છે. પોલીસ દ્વારા મૃતકોના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ પત્રકાર અને ફિલ્મ નિર્માતા હોપવેલ ચિનોનો, જેઓ રંધાવાના મિત્ર હતા, તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. “રિઓઝિમના માલિક હરપાલ રંધાવાના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે, જેનું આજે ઝવિશાવનમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. તેના પુત્ર સહિત અન્ય પાંચ લોકો, જેઓ પાઇલટ પણ હતા પરંતુ આ ફ્લાઇટમાં પેસેન્જર હતા, પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા,” ચિનોનોએ X પર લખ્યું.

“હું અત્યારે મીડિયાને સંબોધવાની સ્થિતિમાં નથી. જો કે અમે શક્ય તેટલી વહેલી તકે નિવેદન જારી કરીશું,” તેમ રંધાવાના મિત્રે કહ્યું હતું.

આ પણ વાંચોઃ દેશના નામાંકિત ઉદ્યોગપતિઓએ વાયબ્રન્ટ ગુજરાત અંગે શું કહ્યું?

Back to top button