

ગ્લોબલ ઈનિશિએટીવ લાઈફસ્ટાઈલ ફોર એન્વાર્યમેન્ટ મૂવમેન્ટ લોન્ચીંગમાં માઈક્રોસોફ્ટના વડા બિલ ગેટ્સે પીએમ મોદીના વખાણ કર્યાં હતા
પીએમ મોદી અને ભારતના વખાણ કરતા બિલ ગેટ્સે કહ્યું, “હું પીએમ મોદીને આ વૈશ્વિક પહેલનું નેતૃત્વ કરવા બદલ અભિનંદન આપું છું. આપણા વૈશ્વિક આબોહવા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ભારતનું નેતૃત્વ નિર્ણાયક છે … ગ્રીનહાઉસ વાયુઓને નાબૂદ કરવા માટે, આપણે જાહેર અને ખાનગી ક્ષેત્રોની ભાગીદારી સહિત તમામના સહકારની જરૂર છે.
વિશ્વ પર્યાવરણના દિવસે ગ્લોબલ ઈનિશિએટીવ લાઈફસ્ટાઈલ ફોર એન્વાર્યમેન્ટ મૂવમેન્ટ લોન્ચ કરતા પ્રધાનમંત્રી મોદીએ એવું જણાવ્યું કે આપણે આપણા ગ્રહને અનુરુપ જીવનશૈલી અપનાવીને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ જે નુકશાનકારક ન હોવી જોઈએ તથા તે પ્રો પ્લેનેટ પીપલ હોવી જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે આપણે જીવનમાં ઘટાડો, ફરી ઉપયોગ અને રિસાઈકલનો અભિગમ અપનાવવો જોઈએ. સર્ક્યુલર ઈકોનોમી આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો ભાગ છે.
પીએમ મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ ઝીરો-કાર્બન જીવનશૈલી વિશે વાત કરી હતી. ગાંધીજીએ રોજિંદા જીવનની પસંદગીઓમાં સૌથી વધુ ટકાઉ વિકલ્પો પસંદ કરવા માટેની પણ લોકોને અપીલ કરી હતી.
મોદીએ કહ્યું કે ભારત પર્યાવરણ માટે ઘણી બધી સારી બાબતો કરી રહ્યું છે. અમારો જંગલ વિસ્તાર વધી રહ્યો છે તેને કારણે સિંહ, વાઘ, દીપડા, હાથી અને ગેંડા જેવા પ્રાણીઓની સંખ્યા પણ વધી રહી છે.