ટોપ ન્યૂઝનેશનલ

ભારતમાં 200 કરોડ રસીકરણ પૂર્ણ થવા પર બિલ ગેટ્સે PM મોદીને આપ્યા અભિનંદન

Text To Speech

કોરોના મહામારીએ પૂરી દુનિયાને હંફાવી દીધી હતી. ત્યારે સૌ કોઈ આ મહામારીને કઈ રીતે ડામી શકાય તેમાં લાગેલા હતા. જો કે આ પ્રયાસોને અંતે યુદ્ધના ધોરણે કોરોના રસીકરણનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારતે 200 કરોડ રસીકરણનો આંકડો પાર કર્યો છે. જેના પર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે.

બિલ ગેટ્સે PM મોદીને અભિનંદન પાઠવ્યા

માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે ભારતમાં 200 કરોડ કોવિડ-19 રસીકરણની સિદ્ધિ બદલ PM નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.માંડવિયાએ ટ્વીટ કરી કહ્યું કે, “બિલ ગેટ્સ સાથે વાતચીત કરીને આનંદ થયો. તેમણે કોવિડ-19 મેનેજમેન્ટમાં ભારતની સફળતા અને રસીકરણના વ્યાપક પ્રયાસોની પ્રશંસા કરી.”, તેમણે કહ્યું કે, પ્રાદેશિક કેન્દ્રોનું નિર્માણ તેમજ સસ્તું અને ગુણવત્તાયુક્ત નિદાન અને તબીબી ઉપકરણોના વિકાસને મજબૂત બનાવવું.

ભારત કોરોના રસીકરણમાં બીજો દેશ બન્યો 

માંડવિયાના ટ્વીટનો જવાબ આપતાં, બિલ ગેટ્સે શનિવારે કહ્યું, “મનસુખ માંડવિયાને મળીને અને વૈશ્વિક સ્વાસ્થ્ય અંગેના પરિપ્રેક્ષ્યની આપ-લે કરીને ખૂબ આનંદ થયો. ભારતની રસીકરણ ઝુંબેશ અને મોટાપાયે આરોગ્ય પરિણામોને આગળ વધારવા ટેકનોલોજીના ઉપયોગથી વિશ્વને શીખવા માટેના ઘણા પાઠ શીખવે છે.

પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

તો બીજી તરફ PM મોદીએ પણ ટ્વીટ કરી લોકોને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે ભારતે ફરી એક વાર ઈતિહાસ રચ્યો.. તેમણે વધુમાં કહ્યું કે વેક્સીનના રોલઆઉટ દરમિયાન, ભારતના લોકોએ વિજ્ઞાનમાં નોંધપાત્ર વિશ્વાસ દર્શાવ્યો છે.અપાણા ડોકટરો, નર્સો, ફ્રન્ટલાઈન વર્કર્સ, વૈજ્ઞાનિકો, ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોએ કોરોના મહામારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું તેની ભાવના અને નિશ્ચયની પ્રશંસા કરું છું.

Back to top button