ગુજરાતટોપ ન્યૂઝ

બિલકિસ બાનો કેસના દોષિત ભાજપના સાંસદ અને ધારાસભ્ય સાથે સ્ટેજ પર જોવા મળ્યા !

Text To Speech

2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ કરનાર અને અકાળે છૂટા કરવામાં આવેલા 11 લોકોમાંથી એક, ગઈકાલે ગુજરાતમાં એક સરકારી કાર્યક્રમમાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. દોષિતોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે અને સોમવારે એટલે કે આજે કેસની સુનાવણી થવાની છે. દાહોદ જિલ્લાના કરમડી ગામમાં 25 માર્ચના રોજ જૂથ પાણી પુરવઠા યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્થળ પરથી મળેલા વીડિયો અને ફોટામાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને તેમના ભાઈ, લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર સાથે સ્ટેજ પર શૈલેષ ચીમનલાલ ભટ્ટ દેખાય છે. તે ઈવેન્ટમાં તેમની સાથે ફોટો પડાવતા જોવા મળ્યા હતા અને પૂજામાં પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : બિલકિસ બાનોની અરજી પર સુનાવણી કરવા SC વિશેષ બેંચની રચના કરશે

ગત વર્ષે સ્વતંત્રતા દિવસે 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા, જેનાથી દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેઓને 2008માં બિલ્કીસ બાનો પર ગેંગરેપ કરવા અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. માર્યા ગયેલાઓમાં બિલકિસની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે. સાબરમતી એક્સપ્રેસ પરના હુમલામાં 59 કાર સેવકો મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો : વીર સાવરકર અંગે ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતાને આપી ચેતવણી

ગયા મહિને, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે બિલ્કિસ બાનોને ખાતરી આપી હતી કે દોષિતોની મુક્તિ સામેની અરજીઓની સુનાવણી માટે વહેલી તકે નવી બેન્ચની રચના કરવામાં આવશે. બિલ્કીસ બાનો કેસમાં બળાત્કારીઓની મુક્તિ સામે શ્રેણીબદ્ધ અરજીઓ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાઓમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા, સીપીએમ પોલિટબ્યુરોના સભ્ય સુભાષિની અલી અને અન્યનો સમાવેશ થાય છે. બિલ્કીસ બાનોએ બે અરજીઓ દાખલ કરી હતી, તેમાંથી એકે સુપ્રીમ કોર્ટને મે 2022ના તેના આદેશની સમીક્ષા કરવા જણાવ્યું હતું, જેમાં ગુજરાત સરકારને દોષિતની મુક્તિની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો જેને કોર્ટે ફગાવી દીધી હતી.

Back to top button