ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM Modi પર બિલાવલ ભુટ્ટોની વિવાદિત ટિપ્પણીઃ દિલ્હીમાં PAK દુતાવાસ બહાર પ્રદર્શન

  • બેરિકેડ્સ તોડીને ભાજપ કાર્યકર્તાઓ આગળ વધ્યા
  • પોલીસે કેટલાકને કસ્ટડીમાં લીધાઃ વોટર કેનન લગાવાયા

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ જરદારી ભુટ્ટોની વડાપ્રધાન મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ ભાજપ ખુબ જ ગુસ્સામાં છે. ભાજપના કાર્યકર્તાઓએ પાકિસ્તાન દુતાવાસ બહાર તીનમુર્તિ માર્ગ પર પાકિસ્તાન વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કર્યુ છે. આ દરમિયાન અહીં પાકિસ્તાન હાય હાયના નારા લાગ્યા છે. ભાજપ કાર્યકર્તાઓને પાક દુતાવાસ તરફ માર્ચ કરતા રોકવા બેરિકેડ્સ લગાવી દેવાયા છે. બેકાબુ કાર્યકર્તાઓને બેરિકેડ્સની પહેલી રેખા તોડી નાંખી છે. હવે તેઓ અંતિમ રેખા પાર કરવાની કોશિશ કરી રહ્યા છે. પોલીસે ભાજપના કેટલાય કાર્યકર્તાઓને કસ્ટડીમાં લીધા છે. તેમને રોકવા માટે પોલીસે વોટર કેનન પણ લગાવ્યા છે

PM Modi પર બિલાવલ ભુટ્ટોની વિવાદિત ટિપ્પણીઃ દિલ્હીમાં PAK દુતાવાસ બહાર પ્રદર્શન hum dekhenge news

ભાજપ સાંસદ તેજસ્વી સુર્યાએ પાક દુતાવાસ બહાર પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર અછુત બની ચુકેલા પાકિસ્તાને પ્રાસંગિક બની રહેવા માટે વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવાનું શરૂ કરી દીધુ છે. ભારતે હંમેશા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય યુવાનો હંમેશા પાકિસ્તાનને સખત જવાબ આપશે. તેમણે એમ પણ કહ્યુ કે બિલાવલ ભુટ્ટોને પાકિસ્તાનનો પપ્પુ માનવામાં આવે છે. બિલાવલ ભુટ્ટોની માતાની આતંકવાદી હુમલામાં હત્યા થઇ હતી. હવે જ્યારે ભારત આતંકીઓ વિરુદ્ધ જંગ છેડી રહ્યુ છે તો બિલાવલ આતંકવાદીઓ સાથે ઉભા છે.

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યુ કે 1971માં આજના જ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાનને ધુળ ચટાડી હતી, તેનો દુખાવો હજુ તેમને છે. તેમ છતાં પણ પાકિસ્તાન આતંકવાદીઓને પેદા કરવા, વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યુ છે. આતંકવાદ સામે કોઇએ જો ખરેખર લડાઇ કરી છે તો તે મોદી સરકારમાં થઇ છે. આ પ્રકારના નિવેદનો કોઇ વિદેશપ્રધાનને શોભતા નથી.

PM Modi પર બિલાવલ ભુટ્ટોની વિવાદિત ટિપ્પણીઃ દિલ્હીમાં PAK દુતાવાસ બહાર પ્રદર્શન hum dekhenge news

પીએમ મોદીને ગણાવ્યા ગુજરાતના કસાઇ

ન્યુયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બિલાવલે વડાપ્રધાન મોદીને ગુજરાતના કસાઇ ગણાવ્યા અને કહ્યુ કે હું ભારતને જણાવવા ઇચ્છુ છુ કે ઓસામા બિન લાદેન તો મરી ચુક્યો છે, પરંતુ ગુજરાતનો કસાઇ હજુ જીવે છે અને ભારતના વડાપ્રધાન છે. ભારત સરકાર ગાંધીની વિચારધારામાં વિશ્વાસ કરવાને બદલે તેમના હત્યારાના સિદ્ધાંતોમાં વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું કે ભારત સરકાર હિટલરથી પ્રભાવિત છે. પાકિસ્તાનમાં વધતા આતંકવાદી હુમલાઓ માટે ભારતને જવાબદાર ઠેરવતા બિલાવલે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદને પાડોશી દેશ તરફથી સમર્થન મળી રહ્યું છે અને બહારના તત્વો બલૂચિસ્તાનમાં અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિદેશ પ્રધાન જયશંકર પર આક્ષેપ કરતા કહ્યુ કે આ બંને ભારતના નહીં પરંતુ આરએસએસના વડાપ્રધાન અને વિદેશપ્રધાન છે.

આ પણ વાંચોઃ iPhone 14 મહિલા માટે ભગવાન બન્યોઃ આ રીતે બચાવ્યો જીવ

Back to top button