વર્લ્ડ

‘કસાઈ’ના નિવેદન પર બિલાવલ ભુટ્ટોની સ્પષ્ટતા- ‘મેં તે જ કહ્યું જે ભારતીય મુસ્લિમો બોલે છે’

Text To Speech

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ-ભુટ્ટો ઝરદારીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની તેમની તાજેતરની ટિપ્પણીનો બચાવ કર્યો છે. બિલાવલે કહ્યું છે કે તેઓ “ઐતિહાસિક હકીકત” નો ઉલ્લેખ કરી રહ્યા હતા. ગયા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિલાવલે પીએમ મોદીને ‘ગુજરાતનો કસાઈ’ કહ્યા હતા. કહ્યું કે 2002માં ગુજરાતમાં 2000થી વધુ મુસ્લિમોના નરસંહાર માટે સજા થવાને બદલે મોદીને ભારતના વડાપ્રધાન બનાવવામાં આવ્યા.

Bilawal Bhutto statement on PM Modi

જોકે, એક વિદેશી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદારીએ મોદી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર સ્પષ્ટતા કરી છે. બિલાવલે બ્લૂમબર્ગ પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું, “મેં ભારતીય વડાપ્રધાન મોદી વિશે જે કહ્યું તે ઐતિહાસિક વાસ્તવિકતાની વાત હતી, હું એ જ વાત કરી રહ્યો હતો. મેં કરેલી ટિપ્પણીઓ મારી ન હતી. એ શબ્દો મારા નહોતા, મેં મોદી માટે ‘ગુજરાતનો કસાઈ’ શબ્દ નથી શોધ્યો. ગુજરાતના રમખાણો પછી ભારતમાં માત્ર મુસ્લિમોએ જ મોદી માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. નરેન્દ્ર મોદી વિશેની તેમની તાજેતરની ટિપ્પણીઓનો બચાવ કરતા બિલાવલે કહ્યું કે તેઓ “ઐતિહાસિક હકીકત” નો ઉલ્લેખ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ખડગેના નિવેદન પર સંસદમાં ભારે હોબાળો ! ભાજપે કરી માફીની માંગ

Back to top button