ભારત-ચીનના વેપારમાં છેલ્લા ક્વાર્ટરમાં વૃદ્ધિ, અનેક વિકસિત દેશોમાં વેપાર સંકોચાયો


નવી દિલ્હી, 17 માર્ચ, 2025: વૈશ્વિક નિકાસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિકાસશીલ દેશોમાં ભારત તથા ચીને 2024ના ઓક્ટોબહરથી ડિસેમ્બરના ક્વાર્ટરમાં વધુ સારા વેપારનું પ્રદર્શન કર્યુ છે. Bilateral trade between India-China રિપોર્ટમાં જોકે આગામી ક્વાર્ટર્સમાં વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેના અનુસાર વિકાસશીલ દેશોમાં ખાસ કરીને ચીન અને ભારતમાં જ્યાં વેપારમાં વધારો થયો છે, તો બીજી બાજુ અનેક વિકસિત દેશોમાં વેપારમાં ઘટાડો થયો છે.
વેપારમાં વધારા માટે અમેરિકા મુખ્યત્વે જવાબદાર
સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ (યુએનસીટીએડી) દ્વારા નવી વૈશ્વિક વ્યાપાર અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે 2024માં વૈશ્વિક વેપાર લગભગ 1,200 અબજ ડોલર એટલે કે નવ ટકાના વિસ્તરણ સાથે 33,000 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. આ અપડેટ માર્ચની શરૂઆત સુધી આંકડોને આવરી લે છે. તેમાં જણાવ્યું છે કે ચીન અને ભારતે 2024ના ચોથા ક્વાર્ટરમાં વેપારમાં ભારે ગતિ અનુભવી હતી જેમાં અમેરિકા મુખ્તવે જવાબદાર રહ્યુ હતું. 2024ના ચોથા ક્વાર્ટરમાં મુખ્ય અર્થતંત્રના વ્યાપાર વ્યાપારને મિશ્રિત ગણવામાં આવ્યા છે. ચીન, ભારતનો વ્યાપારમાં વિશેષ રૂપે નિકાસમાં વધારો ચાલુ છે.
વેપારમાં 8%ની ત્રિમાસિક આયાત વૃદ્ધિ 2024ના ચોથા ક્વાર્ટરમાં આયાત વૃદ્દિ ઠીક રહી હતી, જ્યારે નિકાસ વૃદ્ધિ ઘટી ગઇ હતી. ભારતે 2024ના ચોથા ક્વાર્ટરને આધારે 8% અને વાર્ષિક આધારે 6% આયાત વધારો મેળવ્યો હતો.
ભારત-દક્ષિણ અફ્રિકા માટે સેવા વ્યાપાર મજબૂત
2024ના ચોથા ક્વાર્ટરમાં સેવાના વેપારમાં વૃદ્ધિ ચાલુ રહી હતી. તે દર્શાવે છે કે સેવા વ્યાપારમાં હકારાત્મક અર્થતંત્ર સ્થિર છે. ભારત અને દક્ષિણ આફ્રિકા માટે સેવા વ્યાપારમાં વધારો મજબૂત થઈ રહ્યો છે. વાર્ષિક આધાર પર ઘણા બધા મોટા વિકાસશીલ અર્થતંત્ર માટે સેવા વ્યાપાર વૃદ્ધિ દસ અંકો સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 10 વર્ષના લાંબા અંતરાલ બાદ FTA વાટાઘાટનો પ્રારંભ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD