બાઇકને બનાવ્યું વિચિત્ર વાહન, રોડ પર દોડ્તું જોઈ લોકો થયા આશ્ચર્યચકિત, જૂઓ વીડિયો
- ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ રસ્તા પર વિચિત્ર ફોર વ્હીલર બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. આ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે
HD ન્યૂઝ ડેસ્ક, 30 મે: સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાઈરલ થશે તેનો કોઈ અંદાજ લગાવી શકતું નથી. ક્યારેક કોઈ કારને હેલિકોપ્ટર બનાવી દે છે તો ક્યારેક કોઈ જુગાડનો ઉપયોગ કરીને ઈંટમાંથી કૂલર બનાવે છે. હવે એવો જ એક નવો જુગાડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. ખરેખર, જુગાડના નવા નવા વીડિયો દરરોજ વાયરલ થતા રહે છે. પરંતુ હાલમાં જે જુગાડ વાયરલ થયો છે તે જોઈ તમારુ મગજ પણ હલી જશે.
વિચિત્ર ફોર વ્હીલર બાઇક
ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ રસ્તા પર વિચિત્ર બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. આ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. આ બાઇક વિચિત્ર એટલા માટે લાગે છે કેમકે આ વ્યક્તિએ તેના બાઇક પર ટ્રેક્ટરના ટાયર ફીટ કર્યા છે. એ પણ માત્ર બે નહીં, પરંતુ ચાર-ચાર ટાયર ફીટ કર્યા છે. ટુ વ્હીલરમાંથી આ વ્યક્તિએ તેના બાઇકને ફોર વ્હીલર બનાવી દિધું છે. જ્યારે આ ફોર વ્હીલર રસ્તા પર ઝડપથી દોડતી જોવા મળે છે ત્યારે લોકો આ જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @kuldeepsinghrawat2 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિ રસ્તા પર વિચિત્ર ફોર વ્હીલર ચલાવતો જોવા મળે છે. તેને જોઈને લાગે છે કે તેણે બજાજની પલ્સર બાઇકને નવો લુક આપ્યો છે. આ વ્યક્તિએ બજાજની પલ્સર બાઈકને મિની ટ્રેક્ટરમાં ફેરવી દીધું છે. વધુ નવાઈની વાત એ છે કે તેણે બાઇકમાં બે નહીં પરંતુ ચાર ટાયર ફીટ કર્યા છે, જેનો ફાયદો એ છે કે બાઇકનું બેલેન્સ જળવાઈ રહે છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
View this post on Instagram
આ બાઈકમાં બીજી એક ખાસ વાત એ છે કે વ્યક્તિએ ટ્રેક્ટરના સ્ટીયરીંગ વ્હીલને પણ હેન્ડલની વચ્ચે રાખ્યું છે. તે સાવ ખાલી રસ્તા પર ગાડી ચલાવી રહ્યો છે. જે જગ્યાએ બાઇકના ટાયર જોડાયેલા છે ત્યાં એક ફ્રેમ તૈયાર કરવામાં આવી છે, જેની મદદથી તે ટાયર લગાવ્યા બાદ ફોર વ્હીલર બાઈક ચલાવી રહ્યો છે.
લાગે છે કે હવે ટ્રેક્ટરનું વેચાણ બંધ થઈ જશે: સોશિયલ મીડિયા યુઝર્સ
આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એકે પૂછ્યું, જો સ્ટીયરીંગ જોડાયેલ હોય તો બાઇકનું હેન્ડલ જોડવાની શું જરૂર છે? બીજાએ કહ્યું, લાગે છે કે હવે ટ્રેક્ટરનું વેચાણ બંધ થઈ જશે.
આ પણ વાંચો: ડર, તે શું હોય છે? કાર પર ઊભા રહીને વ્યક્તિએ કર્યો ખતરનાક સ્ટંટ, જુઓ વીડિયો