બિહારમાં કોચિંગ ક્લાસના શિક્ષકની હેવાનિયત, 19 મહિનામાં 70 વખત આચર્યું દુષ્કર્મ
- કોચિંગ કલાસ લેતા શિક્ષકે સગીર વિદ્યાર્થિને પોતાની વાતોમાં ફસાવી
- વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શિક્ષક કરતો રહ્યો સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
- વિદ્યાર્થિની ઘરે ન પહોંચી તો માતા કોચિંગ પહોંચી, થયો મોટો ખુલાસો
સીતામઢી, 11 મે: બિહારના સીતામઢી જિલ્લામાં એક સગીર વિદ્યાર્થિની સાથે શરમજનક ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અનૈતિક કૃત્યની આ ઘટના સાંભળીને બધા ચોંકી ગયા છે. પીડિત વિદ્યાર્થિનીની પર 19 મહિનામાં 70 વખત દુષ્કર્મ આચર્યું હતું. શિક્ષકે આ ઘટનાને અંજામ આપ્યો છે જે શરમજનક છે અને સમાજને વિચારવા મજબૂર કર્યો છે. એટલે કે ફરી એક શિક્ષકે ગુરુ-શિષ્ય પરંપરાને કલંકિત કરી છે. પીડિત વિદ્યાર્થિનીની માતાએ શિક્ષકના આ કૃત્ય અંગે FIR નોંધાવી છે.
વીડિયો બનાવીને કરતો રહ્યો શોષણ
શિક્ષકના વેશમાં આવેલા આ શાતિર શખ્સે પહેલા વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી અને પછી તેનું શારીરિક શોષણ કર્યું. પાછળથી તેણે અનૈતિક કૃત્યનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ તેણે મહિનાઓ સુધી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે પણ તે લગ્નની વાત કરતી ત્યારે આ શાતિર શિક્ષક તેની અવગણના કરતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ચૂપ કરી દેતો હતો. થોડા દિવસ પહેલા પીડિત વિદ્યાર્થિનીની માતાએ પોતે જ તેની પુત્રીને શિક્ષક સાથે વાંધાજનક સ્થિતિમાં પકડી હતી. ત્યારે વિદ્યાર્થિનીએ એક સનસનીખેજ ખુલાસો કર્યો હતો. લોકોની નિંદાના ડરથી, માતા થોડા દિવસો સુધી ચૂપ રહી, પરંતુ હવે તેણીએ શિક્ષક વિરુદ્ધ FIR નોંધાવી છે.
પરિહાર પોલીસ સ્ટેશન વિસ્તારનો કેસ
સમગ્ર મામલો જિલ્લાના પરિહાર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. શિક્ષક રાજેશ કુમાર આ જ પોલીસ સ્ટેશન વિસ્તારના બાડા ગામના રહેવાસી છે. રામશ્રેષ્ઠ ઠાકુરના પુત્ર રાજેશે ગામમાં કોચિંગ ચાલું કર્યું હતું. પીડિતા જાન્યુઆરી 2022થી કોચિંગમાં ભણવા જતી હતી. 30 એપ્રિલ, 2024 ના રોજ જ્યારે વિદ્યાર્થિનીને પરત ફરવામાં મોડું થયું ત્યારે તેની માતા કોચિંગ સેન્ટર પર પહોંચી અને બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા હતા. શિક્ષકને ઠપકો આપ્યા બાદ તે પુત્રીને લઈને ઘરે પહોંચી ગઈ હતી. પૂછપરછ દરમિયાન, વિદ્યાર્થિનીએ ખુલાસો કર્યો કે 10 સપ્ટેમ્બર 22 થી 30 એપ્રિલ 24 સુધી તેની સાથે 70 વખત દુષ્કર્મ આચર્યું છે.
બે લાખ લઈને મામલો થાળે પાડો: શિક્ષક
વિદ્યાર્થિનીની માતાએ પોલીસને એફઆઈઆરમાં જણાવ્યું છે કે શિક્ષક રાજેશ કુમાર તેની પુત્રીને લગ્નની લાલચ આપીને અનૈતિક કૃત્યો કરતો રહ્યો. જ્યારે તે ફરિયાદ કરવા શિક્ષકના ઘરે પહોંચી ત્યારે રાજેશ, તેની માતા અને તેના પિતા રામશ્રેષ્ઠ ઠાકુર હાજર હતા. ત્રણેયએ ઘટનાને દબાવવા માટે રૂ.2 લાખની ઓફર કરી હતી. પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરી તો વિદ્યાર્થિની માતાને માર મારવામાં આવ્યો હતો. પીડિતા અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવે છે.
આ પણ વાંચો: મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આરોપ ઘડવા આદેશ