બિહારમાં NDA ગઠબંધન તૂટ્યું, નીતિશ કુમારનું બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું
બિહારના રાજકારણમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. બિહારમાં નીતિશ કુમાર બીજેપીનો સાથ છોડી મહાગઠબંધન સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. જેડીયુની બેઠકમાં નીતિશ કુમારે કહ્યું કે બીજેપીએ અમને કમજોર કરવાનો પ્રયત્ન કર્યો છે. અપમાનિત કર્યા છે.
#WATCH | Nitish Kumar confirms that he has resigned as Bihar CM pic.twitter.com/Av04rUXojx
— ANI (@ANI) August 9, 2022
નીતિશ કુમારનું બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું
નીતિશ કુમારે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. તેમના તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમને 160 ધારાસભ્યોનું સમર્થન છે. રાજીનામા બાદ નીતિશ કુમારે કહ્યું છે કે દરેકની ઈચ્છા હતી કે તેઓ ભાજપથી અલગ થઈ જાય. ધારાસભ્યો અને સાંસદોની સંમતિ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે
રાજીનામાં બાદ નીતિશ કુમારે મીડિયા સાથે કરી વાત
રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા નીતિશ કુમારે કહ્યું છે કે તેમણે એનડીએ સરકારમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમને ભાજપ સાથે એક નહીં પરંતુ ઘણી સમસ્યાઓ હતી. તેમના નેતાઓ પછીથી બધું વિગતવાર સમજાવશે. રાજીનામું આપી નીતીશ તેજસ્વી યાદવના ઘરે પહોંચી ગયા હતા.
નવી સરકારમાં ફોર્મ્યુલા
નવી સરકારમાં નીતિશ કુમાર કેટલા મહિના મુખ્યમંત્રી રહેશે તેની ફોર્મ્યુલા પણ તૈયાર થઇ ગઇ છે. સૂત્રોએ જણાવ્યું કે મહાગઠબંધન અને જેડીયુ વચ્ચે ગઠબંધનમાં નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે. જોકે તે શરૂઆતના 8-10 મહિના જ મુખ્યમંત્રી રહેશે. આ પછી તેજસ્વી યાદવને મુખ્યમંત્રીની કમાન સોપવામાં આવશે.
સૂત્રોના મતે શરૂઆતમાં જેડીયુના નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ ઉપ મુખ્યમંત્રી બનશે. જોકે આઠથી દશ મહિના પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદની કમાન તેજસ્વી યાદવને આપી દેશે. તેનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જશે.