ગજબ: 5 હજાર છોકરીઓ વચ્ચે એકલો છોકરો પરીક્ષા આપવા બેઠો, આ એક ભૂલના કારણે મજાક બની


ગયા, 22 ફેબ્રુઆરી 2025: બિહારમાં મેટ્રિક પરીક્ષા ચાલી રહી છે અને ગયા જિલ્લામાં કૂલ 59 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.આ કેન્દ્રો પર છોકરા છોકરીઓ માટે અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. એક પરીક્ષા કેન્દ્ર પરથી અનોખ મામલો સામે આવ્યો છે. જ્યાં 5 હજાર છોકરીઓની વચ્ચે ખાલી એક જ છોકરો પરીક્ષા આપી રહ્યો છે. આ પરીક્ષાર્થીનું નામ રોકી છે. રોકીએ જણાવ્યું કે, તેને છોકરીઓ વચ્ચે પરીક્ષા આપવામાં અસહજતા અનુભવાઈ રહી છે. પણ પોતાનું વર્ષ બચાવવા માટે તે વિદ્યાર્થિનીઓ વચ્ચે બેસીને પરીક્ષા આપી રહ્યો છે. આ એક ટેકનિકલ ભૂલના કારણે આવું થયું છે.
ગયાના શેરઘાટીમાં એસએમજીએસ કોલેજના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં 5 હજાર છોકરીઓ એક સાથે પરીક્ષા આપી રહી છે. આ કેન્દ્ર પર આમસ પ્રખંડના રહેવાસી રોકીનું પણ કેન્દ્ર આવી ગયું છે. કારણ કે તેના એડમિટ કાર્ડમાં ભૂલથી જેન્ડરમાં ફીમેલ લખાયું હતું. જો કે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે, આવી ભૂલો થઈ જાય છે, તેને બાદમાં સુધારી શકાય છે.
રોકી જણાવે છે કે, આમસથી મેટ્રિક પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું. બિહાર શિક્ષણ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા એડમિટ કાર્ડમાં તેનું નામ સાચું હતું પણ જેન્ડર ફીમેલ લખાઈ ગયું. આ પરીક્ષાઓમાં મોટા ભાગે છોકરાઓને શહેરોમાં નંબર આવ્યા છે પણ છોકરીઓને શેરઘાટીમાં જ નંબર આપ્યા હતા પણ એડમિટ કાર્ડમાં ભૂલ થતાં રોકીને પણ છોકરીઓની વચ્ચે બેસાડી દીધો.
રોકી જણાવે છે કે, 5 હજાર છોકરીઓ વચ્ચે પરીક્ષા આપવાનું થોડું અસહજ લાગી રહ્યું છે. સેન્ટર પર એન્ટર કરતા છોકરીઓ તેને જોઈને હસવા લાગે છે. પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
આ પણ વાંચો: ખેલ થઈ ગયો: રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા, વર-કન્યા તૈયાર હતા પણ આયોજકો ફરાર થઈ ગયા