ભારે કરી! કથા સાંભળવા આવેલી પ્રેમિકાને મળવા આવ્યો પ્રેમી, ગામલોકોએ પકડીને બંનેના લગ્ન કરાવી દીધા


બાંકા, 22 ફેબ્રુઆરી 2025: બિહારના બાંકામાં ભાગવત કથા દરમ્યાન એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા આવ્યો હતો. આ વખતે ગામલોકોને જાણ થઈ ગઈ અને તેમને મંદિરમાં જ છોકરા છોકરીના લગ્ન કરાવી દીધા. આ લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કહેવાય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા છોકરો અને છોકરી વાત કરતા હતા. ત્યાર બાદ ભાગવત કથામાં બંને મળવા પહોંચ્યા અને ગામલોકોએ મંદિરમાં લગ્ન કરાવી દીધા.
આ કિસ્સો ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સલૈયા ગામનો છે. સલૈયા ગામની 23 વર્ષિય કિરણ કુમારીનો પ્રેમ પ્રસંગ ફુલ્લીડુમરના ચૌદાડ રહેવાસી 24 વર્ષિય શ્રવણ કુમાર સાથે હતો. બાંકાના સાલેયા ગામમાં ભાગવત કથા થઈ રહી હતી. આ બહાને કિરણે શ્રવણને મળવા બોલાવ્યો હતો. યુવક ગામમાં આવ્યો હોવાની જાણ ગામલોકોને થઈ ગઈ. તેમણે પોલીસને સૂચના આપી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી અને બંનેની ધરપકડ કરી.
માતા-પિતાની સહમતિથી બંનેના લગ્ન થયા
પ્રેમી પ્રેમિકાને ધરપકડમાં લીધા બાદ પરિવારને બોલાવ્યા. પરિવારની સહમતિથી શુક્રવારે મોડી સાંજે બાંકા શહેરના તારા મંદિરમાં બંનેના લગ્ન કરાવી દીધા. છ મહિના પહેલા બંને એક લગ્ન પ્રસંગમાં મળ્યા હતા. જે બાદ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને ઈન્સ્ટાગ્રામ પર વાતચીત થવા લાગી. કિરણના ભાઈએ જણાવ્યું કે, પરિવારની મંજૂરીથી બંનેના લગ્ન થયા છે. આગામી દિવસે કોર્ટમાં પણ લગ્ન થશે.
કહેવાય છે કે, છોકરો અને છોકરી બંને દૂરના સંબંધી છે. શ્રવણ પહેલા સંબંધમાં કિરણના ભાઈનો સાળો થતો હતો.
આ પણ વાંચો: અદ્ભૂત નજારો: ભારતમા આ જગ્યા પર આવી પહોંચ્યો 3 લાખ કાચબા, સરકારે કરવી પડી ખાસ વ્યવસ્થા