ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારઃ પૂજારીની હત્યા પ્રેમિકાએ જ કરી હોવાનો ખુલાસો, જાણો કારણ

  • છ દિવસથી લાપતા પૂજારીનો ત્રણ દિવસ પહેલા મૃતદેહ મળી આવ્યો હતો, હત્યાનો થયો ખુલાસો
  • પોલીસ પર પથ્થરમારો કરનાર ટોળા સામે કાર્યવાહી

બિહાર, 19 ડિસેમ્બર: બિહારના ગોપાલગંજમાં પૂજારીની ઘાતકી હત્યા બાદ પોલીસે હવે આ મામલામાં ખુલાસો કર્યો છે. આમાં પૂજારીની હત્યા પાછળ તેની પ્રેમિકાનો હાથ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બીજી તરફ હત્યા બાદ વિરોધ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા પોલીસ ટીમ પર કરાયેલા હુમલામાં 25 નામજોગ અને 100 અજાણ્યા લોકો સામે પોલીસ દ્વાર FIR નોંધવામાં આવી છે.

પ્રેમિકાએ કેમ કરી પૂજારીની હત્યા ?

હત્યા કેસનો ખુલાસો કરતા ડીઆઈજી વિકાસ કુમારે કહ્યું કે આરોપીઓએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે પૂજારી મનોજ કુમાર તેની પ્રેમિકા નેહા કુમારીના લગ્ન પછી પણ અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ દરમિયાન નેહા તેની પિતરાઈ બહેનના લગ્નમાં હાજરી આપવા માટે તેના મામાના ઘરે આવી હતી. આ દરમિયાન પૂજારીએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આનાથી નારાજ થઈને પ્રેમિકાએ તેના ભાઈ અને કાકી સાથે મળીને તેને પોતાના ઘરે બોલાવ્યો હતો. લગભગ ચાર દિવસ સુધી બંધક રાખ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. 16 ડિસેમ્બરે ગામની જ ઝાડીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા બાદ તેની બંને આંખો કાઢી લેવામાં આવી હતી. જીભ અને ગુપ્તાંગ પણ કાપવામાં આવ્યા હતા.

પૂજારીની હત્યાના ખુલાસા બાદ પોલીસે કાર્યવાહી હાથધરી

પૂજારીની હત્યા બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. લોકોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. હવે પોલીસે પણ આવા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તમામ આરોપીઓ સામે ખૂની હુમલો, પોલીસ પર પથ્થરમારો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા સહિતની ગંભીર કલમો લગાવી છે. સારણ ડીઆઈજી વિકાસ કુમારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી.

પૂજારીની હત્યા બાદ ભારે હોબાળો થયો હતો

લગભગ છ દિવસથી ગુમ થયેલા પૂજારી મનોજ કુમારનો મૃતદેહ 16 ડિસેમ્બરે મળી આવ્યા બાદ ગુસ્સે થયેલા લોકોએ NH 27 ને બ્લોક કરીને હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ પોલીસ ટીમ પર પથ્થરમારો પણ કર્યો હતો જેમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. રોષે ભરાયેલા ટોળાએ પોલીસના વાહનને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે તેમના બચાવમાં હવાઈ ગોળીબાર પણ કરવો પડ્યો હતો.

હત્યાના ખુલાસા બાદ હવે પોલીસે જે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં 25 નામજોગ અને લગભગ 100 અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બિહારઃ છ દિવસથી લાપતા પૂજારીનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળતાં હાહાકાર

Back to top button