નેશનલ

જેની હત્યાના આરોપમાં જેલમાં બંધ હતો પતિ, તે જીવિત મળી, જાણો શું છે મામલો

બિહાર: રાજ્યામાં ફરીવાર એક પતિ સાથે ખેલ ખેલાઈ ગયો છે. પત્નીની હત્યાના આરોપમાં તે છેલ્લા ચાર મહિનાથી જેલમાં બંધ હતો, પરંતુ ત્યારે જ તેને ખબર પડી કે તેની પત્ની જીવિત છે અને દિલ્હીમાં તેના પ્રેમી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. હવે તેમને દિલ્હીથી બિહાર પાછા લાવવામાં આવી રહ્યા છે.

આ ઘટના મોતીહારીના અરેરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ 10 માં બની છે. મહાબલી ચોક પાસે રહેતા રણજીત કુમારના લગ્ન હરસિદ્ધિ પોલીસ સ્ટેશન વિસ્તારના કૃતપુર મઠિયાની રહેવાસી ગુંજા દેવી સાથે થયા હતા. આરોપ છે કે, લગ્ન પછીથી ગુંજા દેવી તેના મોબાઇલ ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાતો કરતી હતી.

રણજીતે પત્નીના ગુમ થવાની FIR નોંધાવી હતી

3 જુલાઈ, 2025 ના રોજ, તેણીનો તેના પતિ સાથે ઝઘડો થયો અને તે અડધી રાતે ઘરેથી નીકળી ગઈ હતી. રણજીત કુમારે તેની પત્નીના ગુમ થવાની અરજી લગાવતા અરેરાજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. બે દિવસ પછી, ગુંજાના પિતાએ તેણીની હત્યા અને તેના મૃતદેહનો નિકાલ કરવાનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે રણજીતની ધરપકડ કરવા માટે દરોડા પાડવાનું શરૂ કર્યું.

રણજીતે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું

ઘટનાના એક અઠવાડિયા પછી જ રણજીતે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. ત્યારથી તે જેલમાં છે. રણજીતના પરિવાર અને અદ્યતન દેખરેખની મદદથી, પોલીસે સોમવારે ગુંજાની એક છોકરા સાથે દિલ્હીમાં ધરપકડ કરી. છોકરો ગુંજાના જ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન, અરેરાજ પોલીસ સ્ટેશનના વડા પ્રત્યાસા કુમારીએ જણાવ્યું હતું કે ગુંજાના આગમન પછી, કોર્ટમાં તેનું નિવેદન નોંધવામાં આવશે. હાલમાં, બંનેને દિલ્હીથી પાછા લાવવામાં આવી રહ્યા છે. આ કેસમાં આગળ શું થશે તે સમય જ કહેશે.

આ પણ વાંચો: મંબઈ: બર્થડે પાર્ટીના બહાને બોલાવી મિત્રોએ યુવાનને આગના હવાલે કરી દીધો, પાંચ આરોપીઓની ધરપકડ

Back to top button