બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કોરોના થયો છે. તેઓ છેલ્લા ચાર દિવસથી તાવથી પીડાતા હતા. કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી મુજબ નીતિશ ચાર દિવસથી તેમને હળવો તાવ હતો.
નીતિશ કુમાર છેલ્લા ચાર દિવસથી બિમાર
નીતિશ કુમાર છેલ્લા 10 દિવસમાં ત્રણ મોટા કાર્યક્રમોથી દૂર રહ્યા હતા. તેઓ સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવાના હતા. જો કે તેઓ જઈ શક્યા નહોતા. ત્યારબાદ ભાજપ સાથેના રાજકીય સમીકરણોને લઈને કેટલાય પ્રકારની અટકળો વહેતી થઈ હતી.
નીતિશ કુમારનો રીપોર્ટ આવ્યો પોઝિટિવ
નીતિશ કુમારનો કોરોના ટેસ્ટ સોમવારના રોજ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ તેમની સારવાર શરુ કરી દેવામાં આવી છે. હાલમાં તેમની તબિયત સારી છે. નીતિશ કુમારને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. આ અગાઉ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં પણ નીતિશ કુમારની સાથે સાથે તેમના મંત્રીમંડળના કેટલાય મંત્રીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા.