નેશનલ

બિહાર : 14 વર્ષનાં ભત્રીજાએ 44 વર્ષની કાકી સાથે કર્યા લગ્ન,જાણો શું છે સમગ્ર ઘટના

Text To Speech

બિહાર : બિહારના પૂર્ણિયા જિલ્લાના બનમનખી વિસ્તારની ચોકાવનારી ઘટના સામેઆવી છે. આ ઘટનાએ 12 સપ્ટેમ્બરની છે. પરંતુ આ ઘટના એ વીડિયો હવે સામે આવ્યો છે. તેથી આ ઘટના વીડિયો વાઈરલ થવાથી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગ્રામજનોના દબાવમાં આવી ભત્રીજો તેની કાકીના સેથામાં સિંદૂર ભરી દે છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે પતિ અને અન્ય ગ્રામજનો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

પતિ કોઈને પણ જાણ કર્યા વગર આવ્યો ગામમાં

આ ઘટનામાં મહિલાની ઉમર 44 વર્ષ તથા છોકરાની ઉંમર માત્રને માત્ર 14 વર્ષ છે. કાકાએ પોતાની પત્નીને ભત્રીજા સાથે કઢંગી હાલતમાંજોયા બાદ ગામના લોકો સાથે મળીને બંનેના લગ્ન કરાવી દીધા. બંને વચ્ચે અફેરની જાણકારી ગામના લોકોએ તેના પતિને આ સપૂર્ણ ઘટના જણાવી હતી. આ ઘટના જાણ થતાં પતિ કોઈને પણ જાણ કર્યા વગર ગામમાં આવ્યો અને બંનેને પકડી પાડ્યા હતા.

મહિલા

મહિલાને ત્રણ સંતાનો

ગ્રામજનોએ કહ્યું કે પતિ પંજાબમાં નોકરી કરે છે. અને મહિલાને ત્રણ સંતાનો પણ છે. અને આ ઘટના દરમ્યાન ગામનાં લોકોને આ અફેર વિષે જાણ હતી. આ દરમ્યાન કાકી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છોકરાના પિતાને પણ પડોશીએ આ સંપૂર્ણ ઘટના વિષે જાણકરી આપી હતી.પરિવારના સભ્યોને આ ઘટના વિષે જાણકરી હતી.

સિંદૂર

ગ્રામજનોએ લગ્ન કરવા દબાણ કર્યું

ગ્રામજનોએ બંનેને કઢંગી હાલતમાં પકડી લીધા હતા. આ ઘટનાની જાણકારી ગ્રામજનો ને થતા ટોળું એકત્ર થઈ ગયું હતું. અને આ ઘટના બાદ લગ્ન માટે દબાણ કરવા લાગ્યા.આ બાદ પતિ અને ગ્રામજનો સાથે મળીને ભત્રીજા સાથે લગ્ન કરાવી દીધા.અને ડરના કારણે છોકરાએ કાકીના સેથામાં સિંદૂર ભરી દીધું.

ફરિયાદ દાખલ કરવામાં આવી

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો. ઘટનાનો વીડિયો વાઈરલ થતાં જ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી. બાદમાં પોલીસે પતિ અને અન્ય ગ્રામજનો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

Back to top button