ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહાર: ઓવરબ્રિજના થાંભલા અને સ્લેબ વચ્ચે ફસાયેલા બાળકનું મોત

Text To Speech

બિહારની સોન નદી પર બનેલા નસરીગંજ-દાઉદનગર પુલના નંબર પિલર અને સ્લેબ વચ્ચે ફસાયેલા 11 વર્ષના બાળકને લગભગ 29 કલાક બાદ રેસ્ક્યૂ કરાયું હતું. પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો.

સોન નદી પર બનેલા નસરીગંજ-દાઉદનગર પુલના નંબર પિલર અને સ્લેબ વચ્ચે ફસાઈ ગયેલા 12 વર્ષના છોકરાનું મોત થયું છે. લગભગ 29 કલાક બાદ તેનું રેસ્કયૂ કરાયું હતું. આ પછી તેને સારવાર માટે સાસારામની સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

બુધવારે સાંજે શરૂ કરાયેલા બચાવ કાર્યમાંથી બાળકનું રેસ્ક્યૂ કરી શકાયું ન હતું. ગુરુવારે સવારે ફરીથી બાળકનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. SDRFની ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી બુલડોઝરની મદદથી પુલનો ઉપરનો સ્લેબ તોડીને બાળક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણી મહેનત બાદ NDRFની ટીમે બાળકને બચાવી લીધો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં.

Back to top button