ટોપ ન્યૂઝનેશનલ

સૌથી મોટો સવાલ : કેમ માફિયા અતીકને અમદાવાદથી પ્રયાગરાજ પ્લેન કે ટ્રેનમાં ન લઈ જવામાં આવ્યો ?

ઉત્તરપ્રદેશના માફિયા અને પ્રૂવ ધારાસભ્ય અને સાંસદ અતીક અહેમદ ઉપર હાલમાં કડક કાર્વાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં તાજેતરમાં ચાલેલા ઓપરેશન જેલમાં માફિયા અતીક સહિત ઘણા મોટા આરોપીઓની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તરપ્રદેશ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને માફિયા અતીકને ગત રવિવારે અમદાવાદથી પ્રયાગરાજ જવા રવાના થઇ હતી જે હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ થઈ ઉત્તર પ્રદેશ પહોંચી ગયો છે. અમદાવાદથી પ્રયાગરાજનું અંતર ખૂબ જ લાંબુ છે અને માફિયા અતીકને રોડ માર્ગ દ્વારા પ્રયાગરાજ લઇ જવાયો હતો. આજે સોમવારે સવારે નવ વાગ્યે અતીકનો કાફલો ઝાંસી રિઝર્વ પોલીસ લાઇનમાં પહોંચ્યો હતો. પરંતુ એક પ્રશ્ન થાય કે માફિયા અતીકને કેમ પ્લેન કે ટ્રેનમાં ન લઇ જવાયો.

અતીકને આ કારણથી પ્લેન કે ટ્રેનમાં ન લઇ જવાયો

એવું માનવામાં આવે છે કે છેલ્લી ક્ષણે એક જ સમયે વધુ એર ટિકિટ ઉપલબ્ધ નહોતી થઈ અને અન્ય મુસાફરોને અસુવિધા ન થાય, તેથી અતિકને રોડમાર્ગ દ્વારા પ્રયાગરાજ લઇ જવામાં આવ્યો હતો. તમેન જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશથી 75 પોલીસકર્મીની ટીમ આવી હતી. જેનું નેતૃત્વ DCP રેંકના અધિકારીએ કર્યું હતુ. તેમાં 6 ગાડીઓ સામેલ છે. આ સાથે ઉત્તરપ્રદેશ પોલીસ ગુજરાત આવી ત્યારે ખાસ પોલીસ સ્ટાફને ઇન્સાસ વન રાઇફલ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : UP STF અતીક સાથે સાબરમતીથી રવાના; 45 પોલીસકર્મી, 6 વાહનો, પ્રયાગરાજ પહોંચવામાં 23 કલાક લાગશે !

અપહરણના ગુનામાં આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા પણ શક્ય છે

એડવોકેટ અમિત કુમાર સિંઘ જણાવે છે કે જો એવું સાબિત થાય છે કે આ ગુનો કાવતરા હેઠળ કરવામાં આવ્યો હતો, તો અન્ય આરોપીઓ પણ મુખ્ય આરોપીને જે સજા આપવામાં આવી છે તે જ સજાને હકદાર બનશે. ખંડણી માટે અપહરણના ગુનામાં આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા પણ શક્ય છે, આ કિસ્સામાં અન્ય આરોપીઓને પણ આ જ સજાને પાત્ર બની શકે છે. આથી જો તે દોષિત સાબિત થશે તો આજીવન કેદ કે મૃત્યુદંડ પણ થઇ શકે છે.

આ પણ વાંચો : ઉમેશ પાલના ડબલ ક્રોસથી અતીક અહેમદ ગુસ્સે થયો હતો? હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો

જાણો સમગ્ર મામલો

રાજુ પાલ મર્ડર કેસના સાક્ષી ઉમેશ પાલનું 2006માં અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 2007માં BSP સરકાર સત્તામાં આવી ત્યારે ઉમેશ પાલ વતી વધુ સહિત 11 લોકો વિરુદ્ધ ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી 23 માર્ચે પૂર્ણ થઈ ગઈ છે અને 28 માર્ચે ચુકાદો સંભળાવવામાં આવનાર છે. ચુકાદો શું આવશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે જો દોષી સાબિત થશે તો અતીક સહિત અન્ય આરોપીઓને આજીવન કેદની સજા થઈ શકે છે.

Back to top button