ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જેસલમેરમાં સૌથી મોટી ઘટના: ચાલુ બસમાં લાગી ભીષણ આગ, અનેક મુસાફરો ભડથું થયા

  • જેસલમેરમાં થયેલા અકસ્માત સમયે 57 લોકો બસમાં સવાર હતા. અહેવાલો અનુસાર આ અકસ્માતમાં ઘણા મુસાફરો ભડથું થયા છે

14 ઓક્ટોબર, 2025, જેસલમેરઃ રાજસ્થાનના જેસલમેર Jaisalmerમાં એક મોટો અકસ્માત થયો છે. 57 મુસાફરોને લઈ જતી બસમાં આગ લાગી છે. અકસ્માત સમયે 57 લોકો બસમાં સવાર હતા. અહેવાલો અનુસાર આ અકસ્માતમાં ઘણા મુસાફરો ભડથું થયા છે. મંગળવારે ખાનગી બસ જેસલમેરથી જોધપુર જઈ રહી હતી ત્યારે તેમાં અચાનક આગ  Massive fire breaks out લાગી ગઈ હતી. આ અકસ્માત થઈયાત ગામ નજીક થયો હતો.

જેસલમેરમાં સૌથી મોટી ઘટના: ચાલુ બસમાં લાગી ભીષણ આગ, અનેક મુસાફરો ભડથું થયા Hum dekhenge news

બસમાં આગ લાગવાના કારણે ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બસ જેસલમેરખી નીકળીને થોડી જ વારમાં તેના પાછળના ભાગમાં આગ લાગી ગઈ હતી.

જેસલમેરમાં સૌથી મોટી ઘટના: ચાલુ બસમાં લાગી ભીષણ આગ, અનેક મુસાફરો ભડથું થયા Hum dekhenge news

થોડી જ વારમાં બસ સળગવા લાગી હતી. જાણકારી મુજબ આગળની બાજુ બેઠેલા યાત્રીઓ કોઈ પણ રીતે કૂદી ગયા હતા, જ્યારે પાછળની તરફ બેઠેલા યાત્રીઓ પોતાનો જીવ બચાવી શક્યા ન હતા. બસમાં સળગી ગયેલા લોકોને ઈમરજન્સીમાં જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે મોટું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ હાર્દિક પાંડ્યા પ્રેમમાં પાગલ, નવી ગર્લફ્રેન્ડ સાથે તસવીરો વાયરલ થઈ

Back to top button