ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટને ઝડપી પાડ્યો
ક્રિકેટ મેચ દરમિયાન અનેક જગ્યાએ સટ્ટો રમાતો હોય છે. ક્રિકેટની શરુઆત થતા પહેલા જ સટ્ટા બજારમાં બુકીઓ દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમાડવામાં આવતો હોય છે. જેમાં અમુક જગ્યાએ લાખો કરોડો રુપિયાનો સટ્ટો રમાતો હોય છે. ભૂતકાળમાં ક્રિકેટ પર સટ્ટો રમાડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. પરંતુ આજે અમદાવાદ પોલીસને રાજ્યના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાને પકડી પાડવામાં સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આજે રાજ્યના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે.
1400 કરોડનું ક્રિકેટ સટ્ટાકાંડ ઝડપાયું
જાણકારી મુજબ આજે અમદાવાદ ક્રાઈમ બ્રાચે રાજ્યમાં ચાલતા સૌથી મોટા સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ કાર્યવાહીથી સટ્ટા બજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતના બે મોટા બુકી રાજકોટનો રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને ઊંઝાના ટોમી પટેલે ઊંઝાની સર્કિટમાં એક સિઝનમાં 1,400 કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો હોવાનો હિસાબ મળી ગયો છે. જેમાં સટ્ટા કિંગ ગણાતા રાકેશ રાજદેવ ઉર્ફે RR આ કાંડનો મુખ્ય આરોપી હોવાનું ખુલ્યું છે.
કેવી રીતે રમાતે હતો સટ્ટો ?
આ માટે મોબાઇલ પર ખાસ એપ્લિકેશન બનાવી મેચના ભાવ જાહેર કરાતા હતો અને જે તે મેચની હાર-જીત અને સેશનના સ્કોર પર સટ્ટો લગાવતો હતો. અને એક-એક મેચ પર 100થી 500 કરોડના સોદા થતા હતા. આ બંન્ને સટોડિયા દુબઇના આકાની મારફતે ભાવ બહાર પાડતા હતા. ક્રિકેટના મેદાનમાંથી જ બોલતી બોબડી લાઇનથી સટ્ટો રમાતો હતો. જાણકારી મુજબ રાકેશ રાજદેવ અને ચેતન પટેલ ઉર્ફે ટોમીના ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલ છે અને વિદેશમાં પણ મોટુ નેટવર્ક ગોઠવેલ છે. પોલીસ તપાસમાં બુકીઓ દુબઈમાં બેસીને પંટરો દ્વારા દેશ-વિદેશમાં આ નેટવર્ક ચલાવતા હોવાનું ખુલ્યુ છે.આ લોકો દ્વારા હોંગકોંગ અને નેધરલેન્ડની સ્થાનિક મેચો પર પણ સટ્ટો રમાડાતો હતો. રાકેશ રાજદેવ દુબઇમાં સામ્રાજ્ય જમાવી બેઠો છે. અને આ મામલામાં તટસ્થ કાર્યવાહી થાય તો સમગ્ર દેશમાં અનેક મોટા માથાઓ સુધી રેલો પહોંચે તેવી પુરી શકયતા રહેલી છે.
સટ્ટાકાંડની રકમ વધી શકે તેવી શક્યતા
આ સટોડિયાઓની કેટલાક અધિકારી સાથે પણ લેવડ-દેવડ થયાની આશંકા પણ છે. તેમજ રાજકીય નેતાઓ સાથે પણ રાકેશ રાજદેવ સંબંધ ધરાવતો હોવાની આશંકા છે. ગુજરાતના બુકીઓ જાતે જ સોદા બુક કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં સટ્ટાકાંડની રકમ સાત હજાર કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે.
5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
આ મામલે ટોમી પટેલ ઉર્ફે ટોમી (ઊંઝા), રાકેશ રાજદેવ ઉર્ફે RR, આકાશ ઓઝા, ખન્નાજી, આશિક ઉર્ફે રવી પટેલ સહીત 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ સમગ્ર ઘટનામાં ઉત્તર ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે.
પોલીસે કરી કાર્યવાહી
પોલીસ અધિકારીના જણાવ્યા અનુ સાર આ ઘટનામાં હવાલા અને દુબઈમાં ડમી નામના બેન્ક એકાઉન્ટની વિગતો મળી આવી છે. હવે તેમની સામે LOCજાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સુરતના B-CAG ગ્રુપના કેન્સર સર્વાઈવરોએ રેમ્પ વોક કર્યું