ટ્રેન્ડિંગમનોરંજન

બિગ બોસ ઓટીટી 3 વિજેતા બની સના મકબૂલ, ટ્રોફી સાથે જીત્યા 25 લાખ રૂપિયા

મુંબઈ, 3 ઓગસ્ટ, ‘બિગ બોસ ઓટીટી 3‘ની શરૂઆત શાનદાર રહી હતી. હવે બિગ બોસ OTT 3 ના વિજેતાની જાહેરાત થઈ ચૂકી છે. સના મકબુલ આ સિઝન જીતી ચૂકી છે. ‘બિગ બોસ ઓટીટી 3’ની ટ્રોફી માટે સના મકબૂલ અને નેઝી વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, પરંતુ સના મકબૂલ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. રિયાલિટી શોની શરૂઆતથી જ તે ટ્રોફીની પ્રબળ દાવેદાર હતી.આ સાથે સનાને શાનદાર ટ્રોફી અને 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું. બિગ બોસના ઘરમાં મેકર્સે આ સિઝનમાં ઘણી નવી વસ્તુઓ કરી છે. 17 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું હતું કે જ્યારે કોઈ બહારનો વ્યક્તિ પણ શોનો ભાગ હતો. મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા.

6 અઠવાડિયાની રાહ જોયા પછી, રિયાલિટી શો બિગ બોસ OTT 3 ને તેનો વિજેતા મળ્યો છે. ટીવી અભિનેત્રી સના મકબૂલે આ શોની ટ્રોફી જીતી છે. ટ્રોફી જીત્યા બાદ તે ભાવુક થઈ ગઈ અને માતાને ગળે લાગી ગઈ હતી. શોમાં જે ટોપ 5 કન્ટેસ્ટન્ટ બચ્યા હતા તેમાં રણવિર શૌરી, સના મકબૂલ, નેઝી, સાઈ કેતન રાવ અને કૃતિકા મલિક હતા. કૃતિકા મલિક અને સાઈ કેતન રાવ પહેલાથી જ ટોપ 3માંથી બહાર હતા. રેપર નેઝી ફર્સ્ટ અને રણવીર શૌરી સેકન્ડ રનર અપ રહ્યા હતા. અનિલ કપૂરના હોસ્ટિંગ હેઠળ આ શો સફળ રહ્યો હતો.

સના અને નેઝીએ તેમની ગાઢ મિત્રતા વ્યક્ત કરી
બિગ બોસ OTT 3 ના ફિનાલે દરમિયાન, સના અને નેઝીએ તેમની ગાઢ મિત્રતા વ્યક્ત કરી. તેઓએ સાથે પરફોર્મ પણ કર્યું હતું. ઘરના સાથીઓએ નેઝીને સના પર વિશ્વાસ ન કરવાની ચેતવણી આપી હોવા છતાં, સમય સાથે તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો. સના સતત નેઝીને ટેકો આપતી અને તેની પડખે ઊભી રહી અને તેનો અભિપ્રાય વ્યક્ત કરવામાં મદદ કરી. શિવાની કુમારી અને લવકેશ કટારિયાના નામો સહિત, એલિમિટેડ સ્પર્ધકોએ પણ ફિનાલે એપિસોડમાં ભાગ લીધો હતો. બોલિવૂડ સ્ટાર્સ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ તેમની આગામી ફિલ્મ – ‘સ્ત્રી 2’ના પ્રચાર માટે ફિનાલેમાં હોસ્ટ અનિલ કપૂર સાથે જોડાયા હતા. ‘

કોણ છે સના મકબૂલ?

સના મકબૂલ એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. તેણે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સના મકબૂલે 2009માં MTV સ્કૂટી તીન દિવામાં ભાગ લીધો હતો. 2010માં તેણે ઈશાનઃ સપનો કો આવાઝ દે શોમાં કામ કર્યું હતું. તેણે ‘કિતની મોહબ્બત 2’, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂન’, ‘અર્જુન’, ‘આદત સે મજબૂર’, ‘વિશ’ જેવા શો કર્યા છે. સના 2021માં ખતરોં કે ખિલાડી 11માં પણ જોવા મળી હતી. 2023 માં, અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે હેપેટાઇટિસથી પીડિત છે. આ પછી તેના હાથમાંથી ઘણા પ્રોજેક્ટ્સ છૂટી ગયા.

આ પણ વાંચો..ખેલ ખેલ મેં ફિલ્મનું ટ્રેલર રીલીઝ, અક્ષય-ફરદીનની ગેમમાં ખુલશે મિત્રોના રાઝ

Back to top button