ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

Bigg Boss 18 Winner: કરણ વીર મેહરાએ જીતી બિગ બૉસ 18ની ટ્રોફી, 50 લાખ પ્રાઈઝ મની મળી

Text To Speech

મુંબઈ, 20 જાન્યુઆરી 2025: રિયાલિટી શો બિગ બોસ 18ની એ ઘડી આવી ગઈ છે, જેની સૌને ત્રણ મહિનાથી રાહ હતી. હોસ્ટ સલમાન ખાને આ સીઝનના વિનરનું નામ અનાઉંસ કરી દીધું છે. આ સીઝનની ઓલ ગોલ્ડની ટ્રોફી કરણ વીર મેહરાએ પોતાના નામે કરી છે. સાથએ જ 50 લાખની પ્રાઈઝ મની પણ મળી છે. તેમણે બિગ બોસના લાડલા વિવિયન ડીસેનાને પછાડતા આ જીત પોતાના નામે કરી છે. જણાવી દઈએ કે, સેકન્ડ રનરઅપ રજત દલાલ છે.

Karan Veer Mehraએ બિગ બોસ 18ની સીઝન પોતાના નામે કરી દીધી છે. તેમણે વિવિયન ડીસેના, રજત દલાલ, અવિનાશ મિશ્રા, ઈશા સિંહ અને ચુમ દરાંગને પછાડતા આ જીત પ્રાપ્ત કરી છે. તેને 50 લાખની પ્રાઈઝ મની અને ગોલ્ડની ચમકતી ટ્રોફી મળી છે. જે ઘરના ઈંટીરિયરને મેચ કરે છે.

Bigg Boss 18ના ટોપ 5 કંટેસ્ટેંટ વિવિયન ડીસેના, કરણ વીર મેહરા, અવિનાશ મિશ્રા, રજત દલાલ, ચુમ દરાંગ અને ઈશા સિંહ હતા. ફિનાલેમાં સૌથી પહેલા એવિક્શન ઈશા સિંહ થઈ. ત્યાર બાગ ચુમ દરાંગ ઓછા વોટ મળવાના કારણે એવિક્ટ થઈ. બાદમાં અવિનાશ મિશ્રા બહાર થયો. ત્યાર બાદ ટોપ 3માં વિવિયન, કરણ અને રજત દલાલ બચ્યા હતા.

રજત દલાલના એવિક્શનથી સૌ કોઈ ચોંકી ગયા

ત્યાર બાદ સલમાન ખાને ચોથા એવિક્શનની જાહેરાત કરી. તેમણે રજત દલાલનું નામ લીધું તો સૌ ચોંકી ગયા. કેટલાય એક્સ કંટેસ્ટેંટ્સે જે તેને સપોર્ટ કરી રહ્યા હતા. તેમને વિશ્વાસ ન આવ્યો કે રજત ટોપ 2માં પોતાની જગ્યા બનાવી શક્યો નથી.

વિવિયન અને કરણ ટોપ 2માં ફાઈનલિસ્ટ

કરણ અને વિવિયને ટોપ 2માં પોતાની જગ્યા બનાવી હતી. બંને એક સાથે ઘરમાંથી બહાર નીકળ્યા અને સ્ટેજ પર આવ્યા. ત્યાર બાદ સલમાન ખઆને બંનેના હાથ ઉઠાવ્યા અને બાદમાં છેલ્લે કરણ વીરનું નામ એલાન કર્યું. વિનર બન્યા બાદ કરણની આંખોમાંથી આંસૂ નીકળવા લાગ્યા હતા.

આ પણ વાંચો: જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરા લગ્નબંધનમાં બંધાયો, જીવન સંગીની સાથેની તસવીરો કરી શેર

Back to top button