ટ્રેન્ડિંગમનોરંજન

Bigg Boss 17: આ વખતે અલગ અને ખાસ છે કોન્સેપ્ટ, જાણો શું છે નવુ?

Text To Speech
  • બિગ બોસના ઘરમાં કેટલાય કન્ટેસ્ટન્ટ કપલ્સ બની જાય છે, પરંતુ આ સીઝનમાં રિયલ લાઇફ કપલ્સ કન્ટેસ્ટન્ટ બની જશે. આ ઉપરાંત સિંગલ સેલેબ્સ પણ આવશે.

Bigg Boss 17: સલમાન ખાનના શો બિગ બોસ 17ની નવી સીઝન શરૂ થવા જઇ રહી છે. દર વખતની જેમ આ વખતે પણ ફેન્સ ખૂબ એક્સાઇટેડ છે. આ વખતની સીઝન કંઇક અલગ થવા જઇ રહી છે. દર્શકોને ખાસ્સી નવી વસ્તુઓ જોવા મળશે. બિગ બોસના ઘરમાં કેટલાય કન્ટેસ્ટન્ટ કપલ્સ બની જાય છે, પરંતુ આ સીઝનમાં રિયલ લાઇફ કપલ્સ કન્ટેસ્ટન્ટ બની જશે. આ ઉપરાંત સિંગલ સેલેબ્સ પણ આવશે. હવે શોને લઇને વધુ એક સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને ફેન્સ ખુશ થઇ જશે. આ વખતે શોમાં સૌથી અલગ અને ખાસ કોન્સેપ્ટ દેખાવાનો છે.

શું હશે નવું?

ઘરમાં 3 સેક્શન બનશે. એક દિલ સેક્શન હશે, જેમાં કપલ્સ રહેશે. એક દિમાગ વાળો સેક્શન હશે, જેમાં સિંગલ લોકો રહેશે અને એક પાવરવાળો સેક્શન હશે , જેમાં કન્ટેસ્ટન્ટને સ્પેશિયલ પાવર આપવામાં આવશે. તેમની સાથે બિગ બોસ ભેદ-ભાવ પણ કરશે.

Bigg Boss 17: આ વખતે અલગ અને ખાસ છે કોન્સેપ્ટ, જાણો શું છે નવુ? hum dekhenge news

ક્યારથી શરૂ થશે?

આ સીઝનની શરૂઆત 15 ઓક્ટોબરે રાતે 10 વાગ્યાથી થઇ રહી છે અને વીકેન્ડ પર શો નવ વાગ્યે આવશે. શનિવાર-રવિવારના દિવસે વીકેન્ડ વોર હશે, જ્યાં સલમાન ખાન બધાની સાથે મસ્તી પણ કરશે અને કન્ટેસ્ટન્ટના ક્લાસ પણ લેશે.

કોણ હશે કન્ટેસ્ટન્ટ?

અત્યાર સુધી જે કપલ્સના નામ સામે આવી રહ્યા છે, તે છે અંકિતા લોખંડે, ઐશ્વર્યા શર્મા-નીલ ભટ્ટ, ઇશા માલવીય અને અભિષેક કુમાર. જે યૂટ્યૂબર્સના નામ શોમાં સામેલ થવા જઇ રહ્યા છે તે છે યૂકે રાઇડર, અરમાન મલિક, પાયલ મલિક, કીર્તિ મહેરા. આ ઉપરાંત એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર શિલ્પા શેટ્ટી પણ શોમાં આવે તેવી શક્યતા છે. હવે જોવાનું એ છે કે આ સીઝનના ફાઇનલ કન્ટેસ્ટ્ન્ટનું લિસ્ટ ક્યારે આવે છે?

24 કલાક થશે સ્ટ્રીમિંગ

રિપોર્ટ્સની વાત માનીએ તો શોનું 24 કલાકનું લાઇવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા પર થશે. તેમાં આ વખતે મેઇન કેમેરા બેડરૂમ ઉપરાંત બાથરૂમ એરિયામાં પણ જોવા મળશે. આ ઉપરાંત અનકટ અને અનસીન વીડિયોઝ પણ જોવા મળશે.

આ પણ વાંચોઃ નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન શું ખાવું કન્ફ્યુઝ છો? આ રહ્યા ઓપ્શન

Back to top button