28 જાન્યુઆરીએ Bigg Boss 17ની ગ્રાન્ડ ફિનાલે પાર્ટી, કેટલી ઈનામની રકમ?


મુંબઈ, 25 જાન્યુઆરી : 28 જાન્યુઆરીએ Bigg Bossની ગ્રાન્ડ ફિનાલે પાર્ટી સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિના 12 સુધી ચાલશે. ફક્ત 4 દિવસ પછી Bigg Boss ના પ્રેમીઓને સિઝન 17 નો વિજેતા મળશે. આ શોને તેના ટોપ 5 પ્લેયર્સ મળી ગયા છે, અંકિતા લોખંડે, મુનાવર ફારુકી, અભિષેક કુમાર, અરુણ મહાશેટ્ટી, મનારા ચોપરા આ બધા ટ્રોફીથી થોડા ડગલાં દૂર છે. આ પાંચમાંથી કોણ શોનો વિજેતા બનશે તે કહેવું મુશ્કેલ છે.
6 કલાકનો ફિનાલે
આ વખતે ગ્રાન્ડ ફિનાલે એપિસોડ 1-2 કલાકનો નહીં પરંતુ 6 કલાકનો હશે. આ 6 કલાકની ફિનાલેની પુષ્ટિ કરતો એક પ્રોમો સામે આવ્યો છે. જેમાં ભારતી સિંહ, હર્ષ લિમ્બાચીયા અને ઈન્ટરનેટ સેન્સેશન ઓરી આ પ્રોમોમાં સમય જણાવ્યો છે. 28 જાન્યુઆરીએ Bigg Bossની ગ્રાન્ડ ફિનાલે પાર્ટી સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિ 12 સુધી ચાલશે. આ સમાચારે BBના ચાહકોને ખુશ કરી દીધા છે. બીબી પ્રેમીઓ માટે આ પહેલીવાર હશે જ્યારે Bigg Bossનો ફિનાલે એપિસોડ 6 કલાક સુધી ચાલશે.
View this post on Instagram
ઈનામની રકમ કેટલી હશે?
એક અહેવાલ મુજબ, શોના વિજેતાને 30 થી 40 લાખ રૂપિયાની ઈનામી રકમ મળશે. નિર્માતાઓએ હજુ સુધી ઈનામની રકમ જાહેર કરી નથી.
કોણ બનશે વિજેતા?
Bigg Boss 17ના ફિનાલેને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. મુનવ્વર, અંકિતા અને અભિષેક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. આ ત્રણેય ખેલાડીઓ વિજેતા બનવાની રેસમાં આગળ છે. મુનાવર ફારુકી રિયાલિટી શો લોકઅપનો વિજેતા રહ્યો છે. તેના ચાહકોને આશા છે કે તે Bigg Boss જીતીને રિયાલિટી શો કિંગ બનશે. તેમજ, એક સંસ્કારી પુત્રવધૂની છબી ધરાવતી અંકિતા પાસે પણ આ શો જીતવાની તક છે. આ બેમાંથી ફેન્સ અભિષેકને સરપ્રાઈઝ વિનર પણ બનાવી શકે છે.
આ પણ વાંચો : કેહતે હૈ કી યે દુનિયા પૂરી બેહરી હૈ પર સુનતે સબ મેરી હૈ – શૈતાન