ટ્રેન્ડિંગમનોરંજન

Bigg Boss 16: સુંબુલ ની શાલીન સાથેની મિત્રતાને લઈને વ્યૂઅર્સ નારાજ…

જ્યારે સુંબુલ તૌકીર ખાને બિગ બોસ 16ના ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેના ચાહકોમાં ખુશીની લહેર ઉઠી ગઈ. પ્રીમિયર ડેના દિવસે સુંબુલનું  વલણ જોઈને લોકોએ વિચાર્યું કે સુંબુલ શોમાં ચાર-ચાંદ લગાવશે. પરંતુ અફસોસ, સુંબુલે પહેલા દિવસથી જ ચાહકોને નિરાશ કર્યા. શરૂઆતમાં, સુંબુલ આ શોમાં દેખાતી ન હતી, અને પછી જ્યારે તે દેખાઈ ત્યારે તે તેનાથી ઉંમરમાં ઘણા વર્ષ મોટી શાલીની ભનોત સાથે જોવા મળી હતી.

લોકોનો સુંબુલ પર ગુસ્સો

સુંબુલ તેનો મોટાભાગનો સમય શોમાં તેમજ શાલીની સાથે વિતાવતી જોવા મને છે, જેના કારણે બંને વચ્ચેના લિંકઅપના સમાચાર પણ વાયરલ થયા હતા. આવી સ્થિતિમાં, વીકેન્ડ કા વારના એપિસોડમાં, સુંબુલના પિતાએ શોમાં પ્રવેશ કર્યો અને તેની પુત્રીને શાલીન અને ટીનાથી દૂર રહેવાની સલાહ આપી હતી. સુંબુલના પિતાએ ટીના અને શાલીનને તેમની પુત્રીને રાષ્ટ્રીય ટેલિવિઝન પર તમાશો બનાવવા બદલ ઠપકો આપ્યો હતો. આ સાથે સુંબુલને એકલા મજબૂત બનીને રમત રમવાની સલાહ પણ આપી હતી.સુમ્બુલની શાલીન સાથેની મિત્રતાને લઈને વ્યૂઅર્સ નારાજ- humdekhengenewsસુંબુલ ના પિતાનો તેની પુત્રી માટેનો પ્રેમ અને કાળજી જોઈને બિગ બોસના દર્શકોની આંખો પણ ભીની થઈ ગઈ. જેથી બધાએ વિચાર્યું કે હવે સુમ્બુલ શાલીન અને ટીનાથી ડિસ્ટન્સ રાખશે. પરંતુ ચાહકોને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે સુંબુલ પિતાની સલાહ અને શાલીની-ટીનાથી દૂર રહેવાની સલાહ છતાં બંને માટે જસ્ટિફિકેશન આપતી જોવા મળી.

સલમાનના સમજાવ્યા પછી પણ સુંબુલ સમજી નહીં

સુંબુલનું આ વર્તન જોઈને શોના હોસ્ટ સલમાન ખાન પણ તેને ખૂબ જ પ્રેમથી સમજાવતા જોવા મળ્યા હતા. સલમાને સુંબુલને કહ્યું કે, તેને કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી, તેણે આગળ વધવું જોઈએ અને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરંતુ સુંબુલને ન તો તેના પિતાની સલાહની અસર થઈ કે ન તો સલમાન ખાનના સમજાવાની. આ બધા પછી પણ, સુંબુલ શાલીન અને ટીનાને સાથે જ જોવા મળી. બિગ બોસના સ્પર્ધકો પણ સુંબુલને ટીના અને શાલીન સાથે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સાથે, બિગ બોસના ચાહકો પણ સુંબુલના વર્તનથી નિરાશ થઈ રહ્યા છે અને ગુસ્સામાં તેને ટ્રોલ કરી રહ્યા છે.

સુંબુલ થઈ રહી છે ટ્રોલ

એક યુઝરે સુંબુલ પર ગુસ્સે થતા લખ્યું કે, એવું લાગે છે કે “છોટી બચ્ચી હો ક્યાં” આ ડાયલોગ માત્ર ડમ્બ લેડી સુમ્બુલ તૌકીર ખાન માટે લખાયો હતો. શોની શરૂઆત પહેલા તેના ચાહકો દ્વારા બનાવવામાં આવેલ હાઈપ અત્યાર સુધીની સૌથી નિરાશાજનક રહી છે.

અન્ય એક યુઝરે સુંબુલ પર ગુસ્સો કાઢ્યો અને કહ્યું- સુંબુલ તૌકીર ખાન, માફ કરજો પણ હવે તમને કોઈ સમજાવી શકશે નહીં. તારા પિતાએ આવીને તને કહ્યું, છતાં તમે એ જ લોકો સાથે છે.

આ પણ વાંચો : રશ્મિકા મંદાનાનું હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર વધારી ગરમી

યુઝર્સ સુંબુલ માટે કેવું કહી રહ્યા છે ?

Back to top button