ટ્રેન્ડિંગમનોરંજન

શું Faisal-Jannat પછી Priyanka Chahar અને Ankit Guptaનું બ્રેકઅપ થયું? એકબીજાને અનફૉલો કર્યાં

મુંબઈ, 16 માર્ચ 2025 :   ટીવી શો ‘ઉદારિયાં’થી ફેમસ બનેલા પ્રિયંકા ચહર ચૌધરી  (Priyanka Chahar) અને અંકિત ગુપ્તા આ દિવસોમાં ચર્ચામાં છે. શોમાં તેમની જોડીથી દર્શકોના દિલ જીત્યા પછી, બંને બિગ બોસ સીઝન 16માં પણ જોવા મળ્યા હતા, જ્યાં તેમની જોડી વિશે સતત અફવાઓ ઉડી રંહી હતી. તેમની મિત્રતા અને સંબંધો વિશે હંમેશા ચર્ચાઓ થતી રહે છે, પરંતુ તાજેતરમાં જે સમાચાર સામે આવ્યા છે તે તેમના ચાહકોને આશ્ચર્યચકિત કરી શકે છે.

અંકિત-પ્રિયંકાનું બ્રેકઅપ
સોશિયલ મીડિયા પર પ્રિયંકા (Priyanka Chahar) અને અંકિતના ડેટિંગના ઘણા અહેવાલો આવ્યા હતા, પરંતુ બંનેએ હંમેશા તેને નકારી કાઢ્યું હતું અને એકબીજાને સારા મિત્રો ગણાવ્યા હતા. હવે, એક નવા સમાચાર ફેલાઈ રહ્યા છે કે તેમના સંબંધો હવે સમાપ્ત થઈ ગયા છે અને બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આટલું જ નહીં બંનેના એકબીજાને અનફોલો કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિરલ ભાયાણીની પોસ્ટ મુજબ બંને અલગ થઈ ગયા છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

પ્રિયંકા અને અંકિતે ક્યારેય સ્વીકાર્યું નહીં
પ્રિયંકા અને અંકિતે ક્યારેય તેમના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી, તેમ છતાં તેમની કેમિસ્ટ્રી હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. જ્યારથી બંને બિગ બોસમાં સાથે જોવા મળ્યા હતા ત્યારથી તેમના ચાહકોએ તેમને કપલ તરીકે અપનાવ્યા અને તેમને પ્રેમથી ‘પ્રિયંકિત’ કહેવા લાગ્યા. તેમના ફોટો અને વીડિયો પર ફેન્સની કોમેન્ટ્સ અવારનવાર જોવા મળતી હતી. બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા.

એકબીજાને અનફોલો કર્યા
જોકે, હવે પ્રિયંકા અને અંકિતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. જો કે, તેમના એકસાથે ફોટા તેમના સોશિયલ મીડિયા પર હજી પણ ઉપલબ્ધ છે, જે સૂચવે છે કે તેઓએ તેમના જૂના ફોટાને કાઢી નાખવાનો નિર્ણય લીધો નથી. બંનેનું આ પગલું તેમના ફેન્સ માટે રહસ્ય બની ગયું છે.

થોડા સમય પહેલા પ્રિયંકા અને અંકિત વિશે પણ અફવા ફેલાઈ હતી કે તેઓ ડેટ કરી રહ્યા છે, પરંતુ બંનેએ હંમેશા તેને ફગાવી દીધી હતી અને એકબીજાને સારા મિત્રો ગણાવ્યા હતા. પરંતુ હવે જોવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે દરાર પડી ગઈ છે. પ્રિયંકા અને અંકિતની મિત્રતાને લઈને અનેક સવાલો ઉઠવા લાગ્યા છે અને સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેના પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફજેતી બાદ પણ પાકિસ્તાની ટીમ સુધરી નહીં, ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હાર થઈ

Back to top button