ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ
રાજસ્થાનમાં મોટી ઉથલ પાથલ, ગેહલોત સમર્થક ધારાસભ્યના રાજીનામાં : સૂત્રો


રાજસ્થાનમાં રવિવારે મોડી સાંજે રાજકારણ અચાનક ગરમાયુ છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતના સમર્થક ધારાસભ્યો દ્વારા અત્યારે રાજીનામાં ધરી દેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. લગભગ 80 થી વધુ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી તરીકે અશોક ગહેલોતને રાખવાની માંગ કરવામાં આવી રહી છે. જે સચિન પાયલોટને સીએમ બાનાવવામાં આવશે તો તેઓ સરકાર સાથે નહીં જોડાઈ તેવો સ્પષ્ટ સંદેશો તેના દ્વારા આપવામાં આવી રહ્યો છે.