BSNL 5G ને લઈને મોટું અપડેટ, બધા ગ્રાહકોને જલ્દી જ મળશે હાઈ સ્પીડ ડેટાની સુવિધા
HD ન્યૂઝ ડેસ્ક, 13 ઓગસ્ટ: જો તમે પણ BSNLમાં શિફ્ટ થયા છો અથવા ખાનગી કંપનીઓના મોંઘા રિચાર્જ પ્લાનથી છૂટકારો મેળવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, ભારતીય સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLને લઈને એક મોટું અપડેટ પ્રકાશમાં આવ્યું છે. તમામ BSNL યુઝર્સને ખૂબ જ જલ્દી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટાની સુવિધા મળવા જઈ રહી છે. 5G ઈન્ટરનેટને લઈને કંપની તરફથી એક મોટી માહિતી પ્રકાશમાં આવી રહી છે.
2025ના અંત સુધીમાં BSNL આશરે 25% ગ્રાહકોનું ધરાવે છે લક્ષ્યાંક
એક રિપોર્ટ અનુસાર BSNL 2025ના અંત સુધીમાં 5G સેવા શરૂ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની માર્ચ 2025 સુધીમાં તેનું 4G રોલઆઉટ કામ પૂર્ણ કરશે. 4G રોલઆઉટ કર્યા પછી કંપની લગભગ 8 મહિનામાં તેનું 5G નેટવર્ક નાખવાનું કામ શરૂ કરશે. એવું માનવામાં આવે છે કે કંપની 2025ના અંત સુધીમાં BSNLમાં આશરે 25 ટકા ગ્રાહક બજાર હિસ્સાનું લક્ષ્યાંક ધરાવે છે.
હાલમાં ફક્ત રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ 10.8 કરોડ અને 9 કરોડ ગ્રાહકોને 5G નેટવર્ક સુવિધા પૂરી પાડે છે. બીજી તરફ, ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની Vodafone Idea તેના વિવિધ વિક્રેતાઓ પાસેથી 5G સાધનો માટે ઓર્ડર આપવાની પ્રક્રિયામાં છે.
ખાનગી કંપનીઓએ મોંધા કર્યા પ્લાન
Jio, Airtel અને Viએ જુલાઈ મહિનામાં જ તેમના રિચાર્જ પ્લાનમાં 10 થી 27 ટકાનો વધારો કર્યો છે. ખાનગી કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા હોવાથી સરકારી ટેલિકોમ કંપની BSNL ફરી એક વાર ચર્ચામાં આવી ગઈ છે. સસ્તા પ્લાનને કારણે લોકો ઝડપથી BSNL તરફ વળી રહ્યા છે. આવી સ્થિતિમાં કંપની ગ્રાહકોને આકર્ષવા માટે સતત નવી ઑફર્સ રજૂ કરી રહી છે.
તાજેતરમાં જ BSNL દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તે ટૂંક સમયમાં 4G અને 5G નેટવર્ક્સ પર કામ કરતા ઓવર ધ એર અને યુનિવર્સલ સિમ પ્લેટફોર્મ રજૂ કરશે. તેના બે મોટા ફાયદા એ હશે કે ગ્રાહકો સરળતાથી તેમના સિમ કાર્ડની પસંદગી કરી શકશે અને સાથે જ વપરાશકર્તાઓ ભૌગોલિક પ્રતિબંધોથી પણ મુક્ત રહેશે.
આ પણ વાંચો: શું BSNL 200MP કેમેરા સાથે 5G સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે? જાણો શું છે હકીકત