એલોન મસ્કની Satarlink ઇન્ટરનેટ સેવાને લઈને મોટું અપડેટ
- એલોન મસ્કની સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા ટૂંક સમયમાં શરૂ થઈ શકે, સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા આવવાની સાથે દુનિયામાં ઘણા મોટા ફેરફારો થઈ શકે છે
HD ન્યૂઝ ડેસ્ક, 20 જાન્યુઆરી: અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કની સ્ટારલિંક સેવાની છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા થઈ રહી છે. ઇન્ટરનેટ યુઝર્સ ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માનવામાં આવે છે કે આગામી સમયમાં ભારતમાં સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા શરૂ થશે. હવે આ અંગે એક મોટું અપડેટ પ્રકાશમાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટાર લિંકને ટૂંક સમયમાં ભારત સરકાર તરફથી મંજૂરી મળી શકે છે.
કેવી રીતે આપશે સ્ટારલિંક ઇન્ટરનેટ સર્વિસ?
સ્ટારલિંક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર છે. આ સ્પેક સ્પેક્સ માટે બનાવેલ છે. આ એક એવી સેવા છે જેમાં હજારો નાના ઉપગ્રહોની મદદથી હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવે છે. સ્ટારલિંક ઇન્ટરનેટ માટે લો અર્થ ઓર્બિટ સેટેલાઇટનો ઉપયોગ કરે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ મસ્કની કંપનીના શેરધારકોના સ્પષ્ટીકરણથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે. આ પછી, એવું માનવામાં આવે છે કે તેમની કંપનીને ટૂંક સમયમાં ભારતમાં મંજૂરી મળી શકે છે.
સ્ટારલિંક 2019 માં શરૂ કરવામાં આવી હતી
સ્ટારલિંકની શરૂઆત વર્ષ 2019 માં કરવામાં આવી હતી અને હાલમાં તેની સેવા 56 થી વધુ દેશોમાં પ્રદાન કરવામાં આવી રહી છે. ભારતમાં સ્ટારલિંકનું આગમન ઇન્ટરનેટ જગતમાં મોટું પરિવર્તન લાવી શકે છે. સ્ટારલિંકના આગમન પછી વર્તમાન ઇન્ટરનેટ સ્પીડ અનેક ગણી વધી શકે છે. ભારતમાં સ્ટારલિંક સીધી રિલાયન્સ જિયો સાથે સ્પર્ધા કરી શકે છે.
જો સ્ટારલિંકને ભારતમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની પરવાનગી મળે છે, તો તે દેશમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારી ત્રીજી કંપની હશે. અગાઉ દેશમાં રિલાયન્સ જિયો કોમ્યુનિકેશન સેટેલાઇટ અને એરટેલની વનવેબ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવા માટે મંજૂરી મળી ગઈ છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે DOT એટલે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગ આગામી બુધવાર સુધીમાં મસ્કની કંપનીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપી શકે છે.
આ પણ વાંચો: જાપાનનું SLIM મુન મિશન ચંદ્રની સપાટી ઉપર પહોંચ્યું