ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

અમેરિકામાં અદાણીના લાંચ કેસમાં મોટું અપડેટ, ન્યૂયોર્ક કોર્ટે આપ્યો આ આદેશ

Text To Speech
  • ઉદ્યોગપતિ પર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવાનો આરોપ હતો, અદાણી ગ્રુપે આ વાતને નકારી કાઢી હતી

નવી દિલ્હી, 3 જાન્યુઆરી, 2025: અમેરિકામાં લાંચના આરોપોનો સામનો કરી રહેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને કોર્ટ સક્રિય થઈ છે. અહેવાલ મુજબ, અમેરિકન કોર્ટે અદાણી અને અન્ય લોકો સામે નોંધાયેલા તમામ કેસોની સાથે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગપતિ પર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવાનો આરોપ હતો. જોકે, ગ્રુપે આ વાતને નકારી કાઢી હતી.

તમામ કેસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ જી. ગેરોફિસને આપવામાં આવશે. જસ્ટિસ ગેરોફિસ અદાણી સામે ચાલી રહેલા ફોજદારી કેસોની પણ તપાસ કરી રહ્યા છે. હાલ કોર્ટ સ્ટાફને આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે.

તમામ કેસની સુનાવણી સંયુક્ત ટ્રાયલમાં એકસાથે થશે 

અહેવાલો અનુસાર, ન્યૂયોર્ક કોર્ટે અદાણી અને અન્યો વિરુદ્ધ કેસ ક્લબ કરવાનો આદેશ જારી કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, તમામ કેસની સુનાવણી સંયુક્ત ટ્રાયલમાં એકસાથે કરવામાં આવશે. હકીકતમાં, કોર્ટે શોધી કાઢ્યું કે, તમામ કેસોમાં આરોપો અને વ્યવહારો એકસમાન છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેસો વિશેની માહિતી

આ કેસોમાં US vs અદાણી અને અન્ય (અદાણી સામે ફોજદારી કેસ), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન vs અદાણી અને અન્ય (અદાણી વિરુદ્ધ સિવિલ કેસ) તેમજ SEC vs કેબનેસ (અન્ય આરોપીઓ વિરુદ્ધ સિવિલ કેસ)નો સમાવેશ થાય છે. કોર્ટનું કહેવું છે કે આ નિર્ણય ન્યાયિક પ્રક્રિયામાં સુધારો કરવા અને કેસ શેડ્યુલિંગમાં સમસ્યાઓ ટાળવા માટે લેવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ, તમામ કેસ જિલ્લા ન્યાયાધીશ નિકોલસ જી. ગેરોફિસને સોંપવામાં આવશે. જસ્ટિસ ગેરોફિસ અદાણી સામે ચાલી રહેલા ફોજદારી કેસોની પણ તપાસ કરી રહ્યા છે. હાલ કોર્ટ સ્ટાફને આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. અદાણી અને અન્યો પર સૌર ઊર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે રૂ. 2,29 કરોડની લાંચ આપવાનો આરોપ છે. અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ‘અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ.’

આ પણ જૂઓ: અદાણી જૂથને મોટી રાહત, આંધ્ર સરકાર પુરાવા વગર કોઈ કાર્યવાહી નહીં કરે

 

Back to top button