ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટો ઉલટફેર : ભાજપ 16 મતોથી જીત્યું, 20 મતોવાળું ઈન્ડિ ધ્વસ્ત

Text To Speech
  • ચંદીગઢમાં ઈન્ડિ ગઠબંધની પ્રથમ હાર
  • મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકર બન્યા વિજેતા

ચંદીગઢ, 30 જાન્યુઆરી: ચંદીગઢમાં યોજાયેલી મેયરની ચૂંટણીના પરિણામો બહાર આવ્યા છે. ચંદીગઢમાં મેયર પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે જીત મેળવી છે. ભાજપના મનોજ સોનકરને ચંદીગઢના મેયર બનાવવામાં આવ્યા છે. ભાજપે કોંગ્રેસ અને AAPના ગઠબંધનને હરાવ્યું છે. આ ચૂંટણીમાં ભાજપને 16 વોટ મળ્યા છે, જ્યારે AAP-કોંગ્રેસ ગઠબંધનને માત્ર 12 વોટ મળ્યા છે. આ સિવાય 8 મત નામંજૂર થયા છે. આ દરમિયાન ગૃહમાં હંગામો થયો હોવાની માહિતી પણ મળી રહી છે.

 

બેલેટ પેપર દ્વારા થયું હતું મતદાન

ઉલ્લેખનીય છે કે, પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ આજે ચંદીગઢમાં મેયર, સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર માટે ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો ભાજપ સાથે સીધો મુકાબલો થઈ શકે તેવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી. આજે સવારે 10 વાગ્યાથી શરૂ થયેલા મતદાનના પરિણામ પણ બપોર સુધીમાં આવી ગયા હતા. આ ચૂંટણીમાં તમામ 35 કાઉન્સિલરો અને સાંસદ કિરણ ખેરે પોતાનો મત આપ્યો હતો. આ મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવ્યું હતું.

ભાજપ સામે AAP-કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન હતું

આ સમગ્ર ચૂંટણીની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી છે, જેથી જરૂર પડે તો પછીથી જોઈ શકાય. આ સાથે મતદાન પછીના બેલેટ પેપર પણ એક વર્ષ સુધી તિજોરી કચેરીમાં સુરક્ષિત રાખવામાં આવશે. ભાજપના નેતા મનોજ સોનકર AAP-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર કુલદીપ ટીટા સામે ચૂંટણી લડ્યા હતા. હવે બીજેપીએ વરિષ્ઠ ડેપ્યુટી મેયર પદ માટે કુલજીતસિંહ સંધુ અને ડેપ્યુટી મેયર પદ માટે રાજીન્દર શર્માને નોમિનેટ કર્યા છે. જ્યારે AAP-કોંગ્રેસ ગઠબંધન તરફથી ગુરપ્રીત સિંહ ગાબીને સિનિયર ડેપ્યુટી મેયર અને નિર્મલા દેવીને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ પણ જુઓ: કુમાર બિરલાએ ભારતના ગતિશીલ અર્થતંત્રને વખાણ્યું, કહ્યું- ‘Just Looking Like A WoW’

Back to top button