ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

BREAKING NEWS: સુરતમાં મોટી દુર્ઘટના, કેમિકલ ભરેલુ ડ્રમ ફાટતા 4 કામદારોના મોત

Text To Speech

સુરતના માંગરોળના નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના મોટા બોરસરા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં કીમ GIDCમાં કેમિકલવાળા ડ્રમ ખોલતા ગેસનું ગળતર થયું હતું જેના કારણે ચાર કામદારોના શ્વાસ રૂંધાઇ જવાથી મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઇ છે.

સુરતમાં કીમ જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના

સુરત શહેરની કીમ જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમા નિલમ ઈંડસ્ટ્રીઝમાં ગૂંગળાઈ જવાના કારણે ચાર કામદારોના મોત નિપજ્યા છે. કેમિકલ ભરેલુ ડ્રમ ફાટી ગયા બાદ નિકળેલા કેમિકલના ગેસના કારણે આ જીવલેણ દુર્ઘટના બની છે. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને આ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત દુર્ઘટના-humdekhengenews

 આ પણ વાંચો : મોંઘવારીનો વધુ એક ડામ: રાજ્યમાં ફરી અદાણી CNGના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

ગૂંગળાઈ જવાના કારણે ચાર કામદારોના મોત

આ ઘટનામાં મુત્યું પામેલા મૃતકો પૈકી બે કામદારો અંકલેશ્વરના અને એક કાપોદ્રાના અને એક રાજસ્થાનનો હોવાનો ખુલાસો થયો છે. હાલમાં પોલીસની ટીમ સ્થળે પહોંચી છે. જ્યારે બીજી તરફ આ ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો છે.

 આ પણ વાંચો :  નારી વંદના સપ્તાહ-2023 : ત્રણ કિસ્સાઓના આધારે જાણો મહિલા હેલ્પ ડેસ્કની સમાજમાં ભૂમિકા અને મહત્ત્વ

Back to top button