ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશના ડિંડોરીમાં મોટી કરૂણાંતિકા, પીકઅપ વાન પલટી જતાં 14ના મૃત્યુ

  • મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 4-4 લાખના વળતરણી જાહેરાત કરી

મધ્યપ્રદેશ, 29 ફેબ્રુઆરી: મધ્યપ્રદેશના ડિંડોરીમાં મોટો રોડ અકસ્માત થયો છે. ડિંડોરીના બરઝાર ઘાટ પર પીકઅપ વાહન કાબૂ ગુમાવીને પલટી જતાં 14 લોકોનાં મૃત્યુ થયાં અને 21 લોકો ઘાયલ થયાં છે. ઘાયલોને શાહપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો છે. મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે ડિંડોરી જિલ્લામાં વાહન અકસ્માતમાં અનેક અમૂલ્ય જીવોના અકાળે અવસાન પર ઊંડા શોક વ્યક્ત કર્યો છે. આ સાથે મધ્યપ્રદેશ સરકારે ડિંડોરી રોડ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપવામાં આવી છે.

 

 

મુખ્યમંત્રી ડો.મોહન યાદવે શોક વ્યક્ત કર્યો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ભગવાનને પ્રાર્થના કરી છે કે, ભગવાન દિવંગતણી આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. મુખ્યમંત્રીએ કહ્યું કે, “આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ઘાયલોની યોગ્ય સારવાર માટે જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.”

કોંગ્રેસ અધ્યક્ષે પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

બીજી તરફ એમપી કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ ડિંડોરી અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, ડિંડોરીમાં પીકઅપ વાહન પલટી જવાથી 14 લોકોના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા છે. આ અકસ્માતમાં 21 લોકો ઘાયલ પણ થયા છે. હું મૃતકોની આત્માની શાંતિ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્રને પણ રાહત અને સારવાર માટે શક્ય તમામ પ્રયત્નો કરવા વિનંતી છે.

શું બ્રેક ફેલ થવાને કારણે ડીંડોરી અકસ્માત થયો હતો?

મળતી માહિતી મુજબ, આ દુઃખદ અકસ્માત ડિંડોરીના બડઝર ગામ પાસે થયો હતો. પીકઅપ વાહન કાબુ બહાર જઈને પલટી મારી ગયું હતું. કલેક્ટર વિકાસ મિશ્રાએ 14 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા છે. એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતનું કારણ બ્રેક ફેલ હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. શ્રીમંત કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. મૃતકો દેવરી ગામના હોવાનું કહેવાય છે.

આ પણ જુઓ: શાહજહાં શેખની 55 દિવસ બાદ ધરપકડ, ED પર હુમલા બાદ સંદેશખલી કેસમાં હતો મુખ્ય આરોપી

Back to top button