જૂનાગઢમાં મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં શહેરમાં દાતાર રોડ ઉપર આવેલા કડીયાવાડ વિસ્તારમાં આજે બપોરે બારેક વાગ્યાના અરસાએ એક જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થતા 10 જેટલા લોકો દટાયા હોવાનું જાણવામળી રહ્યું છે. જેમાંથી હાલ 2 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
દાતાર રોડ પર કડિયાવાળ નજીકની ઘટના
આ ઘટનાની જાણ થતાં ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રાહત બચાવ કામગીરી શરૂ કરી કાટમાળ હટાવવા તજવીજ શરૂ કરી છે. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને બચાવ કાર્યમાં દોડાયા હતા.
બિલ્ડીંગનો કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ
પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ શહેરમાં દાતાર રોડ ઉપર આવેલ કડીયાવાડ વિસ્તારમાં એક જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઇ હતી. જોત જોતામાં આ સ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું અને આ ધરાશયી થયેલી બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ફાયર અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે
આ ઘટના અંગે ફાયરવિભાગની ટીમ અને દાતાર પોલીસ સ્ટેશનને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરતાં કાટમાળ નીચે દટાયેલા લોકોને કાઢવા કવાયત તેજ કરવામાં આવી હતી. આ કાટમાળ નીચે હાલ 10 જેટલા લોકો દટાયાના અહેવાલ મળી રહ્યા છે.
આ પણ વાંચો : તથ્યની ફ્રેન્ડ માલવિકાએ ઇન્સ્ટા ID કર્યું ડિલીટ, શું એકાઉન્ટમાં હતા તથ્યના કારનામાંના પુરાવા ?