કેરળના મલપ્પુરમમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના, અત્યાર સુધીમાં 22ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
કેરળના મલપ્પુરમમાં રવિવારે રાત્રે બોટ પલટી જવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 22 લોકોના મોત થયા છે. રાત્રીના સમયે બની રહેલા અકસ્માતને કારણે બચાવ કાર્યમાં જોડાયેલા લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલ પણ બચાવ કામગીરી શરુ છે.
કેરળમાં બોટ પલટી જવાથી 22ના મોત
કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુરના ટુવાલ થીરમ પર્યટન સ્થળ પર પ્રવાસી બોટ પલટી જવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 22 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જાણકારી મુજબ દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. કેરળના મહેસૂલ મંત્રી કે રાજને જણાવ્યું કે આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો છે. બોટમાં મુસાફરી કરનારા લોકોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ થઈ શકી નથી.
રેસ્ક્યું ટીમો ઘટના સ્થળે
દુર્ઘટના બાદ અહી સર્ચ ઓપરેશન ચાલુ છે. એનડીઆરએફ, ફાયર અને સ્કુબા ડાઈવિંગ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. નેવીની ટીમ પણ આગળ આવી છે. NDRFની બીજી ટીમ પણ અહીં પહોંચશે.
સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યો નિર્દેશ
હુમલાની રાત્રે બોટ પલટી જવાની જાણ થતાં જ રેસ્ક્યું ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન, કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે ઘટના બાદ મધ્યરાત્રિએ રાજ્યના આરોગ્ય વિભાગની તાકીદની બેઠક બોલાવી હતી અને અધિકારીઓને ઘાયલોની સારી સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.ત્યારે બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રીએ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપી બનાવવા અને ઘાયલોની સારી સારવાર કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રીએ સોમવારે સવારે 6 વાગ્યે પોસ્ટમોર્ટમ શરૂ કરવાની કડક સૂચના પણ આપી છે.
મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને વ્યક્ત કર્યો શોક
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને રવિવારે મલપ્પુરમમાં બોટ પલટી જવાની ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. સીએમ પિનરાઈ વિજયને કહ્યું, “મલપ્પુરમમાં તનુર બોટ દુર્ઘટનામાં જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. કેબિનેટ મંત્રીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવતા બચાવ કામગીરીનું અસરકારક રીતે સંકલન કરવા જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. પીડિતોના પરિવારજનો અને મિત્રો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના.
PM મોદીએ શોક વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી
કેરળની આ દુઃખ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે મૃતકોના નજીકના સંબંધીઓને બે-બે લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : પેરુમાં ભયંકર ખાણ દુર્ઘટના , સોનાની ખાણમાં આગ લાગતા 27 જેટલા મજૂરોના મોત