નેશનલ

ઉત્તરાખંડમાં હિમસ્ખલનથી મોટી દુર્ઘટના, 28 પર્વતારોહકો ફસાયા, 2ના મોત, બચાવ કામગીરી શરૂ

Text To Speech

કેદારનાથ બાદ હવે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હિમપ્રપાતના કારણે પર્વતારોહણની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ બરફના પહાડ પર અટવાઈ ગયા છે. ઉત્તરકાશીના નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 28 તાલીમાર્થીઓ દ્રૌપદીના ડાંડા-2 પર્વત શિખરમાં હિમપ્રપાત બાદ ફસાયા હોવાના અહેવાલ છે. ચિંતાની વાત એ છે કે આ અકસ્માતમાં બે તાલીમાર્થીઓના પણ મોત થયા છે.

બરફના પહાડ પર ફસાયેલા તાલીમાર્થીઓને બચાવવા માટે દહેરાદૂનથી SDRFની ટીમો મોકલવામાં આવી છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે વાત કરી છે અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા મદદ માંગી છે. સીએમ ધામીએ ફસાયેલા તાલીમાર્થીઓ માટે સેનાની મદદ માટે વિનંતી કરી છે, જેના સંદર્ભમાં તેમણે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે.

તાલીમાર્થીઓને વહેલામાં વહેલી તકે સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે નિમની ટીમ સાથે જિલ્લા વહીવટી તંત્ર, NDRF, SDRF, આર્મી અને ITBPના જવાનો દ્વારા ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યું હતું કે તાલીમમાં ટ્રેનર અને તાલીમાર્થી સહિત કુલ 175 લોકો હતા. જેમાં 29 લોકો હિમસ્ખલનની ચપેટમાં આવી ગયા છે. 8 લોકોને બચાવી લેવાયા છે, 21 લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. બચાવ માટે હેલીની મદદ લેવામાં આવી રહી છે.

આ ઘટના પર દુખ વ્યક્ત કરતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે હિમપ્રપાતને કારણે ફસાયેલા તાલીમાર્થીઓને બચાવવા માટે તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે સિંહ આજથી બે દિવસ માટે ઉત્તરાખંડની મુલાકાતે જવાના છે. તે ચમોલી જિલ્લાના માના અને ઔલી જશે અને ચીન સરહદ પર સૈનિકો સાથે દશેરાની ઉજવણી કરશે.

આ પણ વાંચો : આવતીકાલે દશેરા પહેલા જાણી લો સોના ચાંદીના ભાવ, આજે ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો

Back to top button